Kutch જિલ્લા પાણી સમિતિની બેઠક મળી, વિધાનસભા અધ્યક્ષે લોકોને પૂરતુ પાણી મળે તેની વ્યવસ્થા જાળવવા સૂચન કર્યુ
કચ્છ (Kutch) મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષે પાણીની સ્થિતિ અંગે સમીક્ષા સાથે નખત્રાણામાં વિશ્વ આરોગ્ય દિન નિમિતે યોજાયેલા મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ (Dr. Nimaben Acharya) લાભાર્થી તેમજ આયોજક અને તબીબો તેમજ આરોગ્યકર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
કચ્છની ભૂજ (Bhuj)કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની (Dr. Nimaben Acharya) અધ્યક્ષતામાં જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કચ્છમાં આગામી સમયમાં પાણીની સંભવિત સમસ્યા પહેલા જ સાવચેતી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી. લોકો અને પશુઓ માટે પીવાના પાણીની (Drinking water)સમીક્ષા બાબતની બેઠકમાં નીમાબેને સંબધિત અધિકારીઓને જિલ્લાની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગરમીના દિવસોમાં લોકોને પૂરતુ અને વ્યવસ્થિત પાણી મળે તે માટે સક્રિય રહેવા જણાવ્યું હતું. નાગરિકો અને પશુધન માટે પીવાના પાણી માટે ટેન્કરો મારફતે અપાતા પાણીને સુચારૂ અને સમયસર પહોંચવાડાના આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં કુલ 476.81 MLD પાણીની જરૂરિયાત પૈકી ઔદ્યોગિક અને પશુઓની તેમજ ગ્રામ્ય અને શહેરી જરૂરિયાત બાબતે અધ્યક્ષે વિગતે માહિતી મેળવી જૂથ યોજના, વ્યક્તિગત યોજના અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં .
આ યોજનાઓની પણ સમીક્ષા થઇ
- વ્યક્તિગત યોજનાઓ પૈકી રૂ. 432 લાખના ખર્ચે કુલ 38 બોર અને જુથ યોજના હેઠળ રૂ.920 લાખના ખર્ચે 64 બોરની શાખાની વિગતો બાબતે સમીક્ષા કરાઇ હતી
- જિલ્લા પાણી સમિતિના કાર્યપાલક આનંદ પ્રકાશ તિવારી દ્વારા રજુ કરાયેલ વિગતો પૈકી આયોજન હેઠળની કુલ રૂ. 652.78 કરોડની 31 યોજનાઓ પૈકી ૩ યોજના પૂર્ણ અને રૂ. 263.95 કરોડની પ્રગતિ હેઠળની 9 યોજના બાબતે સમીક્ષા કરાઇ.
- બન્ની, લખપત સહિત અન્ય વિસ્તારોમાં પશુઓ માટે હવાડાઓ પાણીથી ભરેલા રાખવા સૂચન કર્યું હતું. પાણી અને વીજળીની સમસ્યાની કોઈ ફરિયાદ ના ઊઠે અને સમસ્યા હોય ત્યાં તત્કાલ નિરાકરણ કરવા સાથે પાણી અને વીજળી માટે મંજુરીની ફાઈલોને અંગત રસ લઇ તાત્કાલિક વહીવટી પ્રક્રિયાથી નિકાલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
- તો પાણીની સમસ્યાથી પશુપાલકોની હીજરત અટકાવવા સહિત હાલ કાર્યરત તમામ પાણી યોજના અને તેની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
- ટેન્કરથી પાણી પુરવઠા વિતરણ મેળવતાં 18 ગામો પૈકી રાપર, ભુજ, અબડાસા, લખપત, ભચાઉના ગામોને સમસ્યાને નિવારણ બાબતે કરવાની થતી અમલવારી બાબતે પણ કલેકટર પ્રવિણા ડી.કે અને સંબંધિતો સાથે ચર્ચા કરી હતી.
- ગજણસર ડેમ, રુદ્રમાતા ડેમ, કંકાવટી ડેમ સહિત અન્ય ડેમોની સ્થિતિ જાણી જરૂરી સુચનો અને અમલવારીની વહિવટી પ્રક્રિયા કરવા અનુરોધ કર્યો હતો તેમજ બાંડી ડેમને સુજલામ સુફલામ અભિયાન હેઠળ બાવળિયા મુક્ત કરી સ્વસ્છ કરવા જણાવ્યું હતું.
કચ્છ મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષે પાણીની સ્થિતિ અંગે સમીક્ષા સાથે નખત્રાણામાં વિશ્વ આરોગ્ય દિન નિમિતે યોજાયેલા મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ લાભાર્થી તેમજ આયોજક અને તબીબો તેમજ આરોગ્યકર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે માતાના મઢ ખાતે મા આશાપુરાને શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરી લખપત વિસ્તારમાં ઘાસ પાણી અને મનરેગા કામો અંની પણ સમીક્ષા કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો