Maharashtra Political Crisis : સંજય રાઉતના ઘરની બહાર લાગ્યા પોસ્ટર, ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ’
શિવસેનાના નેતા સંજય રાઉતના ઘરની બહાર નવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં એકનાથ શિંદે પર નિશાન સાધતા લખવામાં આવ્યું છે કે, 'તમારુ અભિમાન તો ચાર દિવસનુ છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે'.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાર્ટીના મજબૂત નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) આસામની એક હોટલમાં કુલ 40 ધારાસભ્યો સાથે હાજર છે અને તેઓ સરકાર બનાવવાના તેમના આગ્રહ પર અડગ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકનાથ શિંદેનું કહેવું છે કે ઠાકરેએ કાં તો ભાજપ સાથે મળીને સરકાર બનાવવી જોઈએ અથવા પોતાની સંભાળ રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે જો ઠાકરે તેમની શરત ના માને તો શિંદે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. દરમિયાન, નિવેદનોનો સતત મારો કરાઈ રહ્યો છે. અહીં શિવસેનાના (Shiv Sena) નેતા સંજય રાઉતના (Sanjay Raut) ઘરની બહાર નવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં એકનાથ શિંદે પર નિશાન સાધતા લખવામાં આવ્યું છે કે, તમારુ અભિમાન તો ચાર દિવસનુ છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે’.
Maharashtra | A banner, reading ‘Your arrogance would last 4 days, our kingship is inherited’, seen outside the residence of Shiv Sena leader Sanjay Raut in Mumbai.
The banner has been put up by Shiv Sena Corporator Deepmala Badhe. pic.twitter.com/N4WkJA0riB
— ANI (@ANI) June 22, 2022
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો બુધવારે વહેલી સવારે સુરતથી ચાર્ટર્ડ પ્લેનમાં ગુવાહાટી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેએ બુધવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા બાદ દાવો કર્યો હતો કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્રના 41 બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે અને એક લક્ઝરી હોટલમાં રોકાયા છે. જેમાંથી 34 ધારાસભ્યો શિવસેનાના છે અને સાત અપક્ષ ધારાસભ્યો છે.
શિવસેનાને બાકીના ધારાસભ્યોના અપહરણની આશંકા છે
શિવસેનાના નેતા એકનાથ શિંદે અને કેટલાક ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કરીને સુરતની એક હોટલમાં પહોંચ્યા બાદ મંગળવારે પાર્ટીએ તેના બાકીના તમામ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા હતા.
શહેરના શિવસેનાના ધારાસભ્યે જણાવ્યું કે પાર્ટીના ધારાસભ્યોને મુંબઈની વિવિધ હોટલોમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોના અપહરણના ડરથી આવું કરવામાં આવ્યું છે. આ ધારાસભ્યે ધારાસભ્યોને કઈ હોટલમાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપી ન હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે કેટલાક મંત્રીઓ સહિત 14થી 15 ધારાસભ્યો શિંદેની સાથે છે. જો કે પાર્ટીના અન્ય એક નેતાએ દાવો કર્યો છે કે આ સંખ્યા 23 હોઈ શકે છે. સાથે જ શિંદેનો દાવો છે કે શિવસેનાના 33 ધારાસભ્યો તેમની સાથે છે.
શિંદેએ બે દિવસ પહેલા ઠાકરેને કહ્યું હતું – ભાજપ સાથે સરકાર બનાવો
શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે પાર્ટીના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી જોડાણ કરવા વિનંતી કરી હતી.
નેતાએ કહ્યું કે ઠાકરેએ બળવાખોર નેતા સાથે વાત કરવા માટે તેમના વિશ્વાસુ મિલિંદ નાર્વેકર અને શિંદેના સહયોગી રવિન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા. તેમણે કહ્યું કે સુરતથી ઠાકરેને ફોન આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, શિંદે સોમવાર રાતથી પાર્ટીના કેટલાક અન્ય ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની બહાર છે.
મુખ્ય પ્રધાને પણ શિંદે સાથે ફોન પર વાત કરી હતી જે દરમિયાન શિંદેએ ઠાકરેને ભાજપ સાથે જોડાણ કરવા અને કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ તોડવા કહ્યું હતું, એમ નેતાએ જણાવ્યું હતું. નેતાએ કહ્યું કે આના પર ઠાકરેનો શું જવાબ હતો તે ખબર નથી.