મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો ફેલાવો વધ્યો, અત્યાર સુધી 90 લોકોનાં મૃત્યુ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં Black Fungus  (મ્યુકો માઇરોસિસ)  થી 90 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી Black Fungusના કેસો દેખાવાનું શરૂ થયું છે.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો ફેલાવો વધ્યો, અત્યાર સુધી 90 લોકોનાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો ફેલાવો વધ્યો, અત્યાર સુધી 90 લોકોનાં મૃત્યુ
Follow Us:
| Updated on: May 19, 2021 | 11:10 PM

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં Black Fungus  (મ્યુકો માઇરોસિસ)  થી 90 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી Black Fungusના કેસો દેખાવાનું શરૂ થયું છે. જોકે, મંત્રીએ તેનો સમય સ્પષ્ટ કર્યો નથી. તેમણે કોવિડ -19 દર્દીઓની સારવાર દરમિયાન સ્ટીરોઇડ્સના આડેધડ ઉપયોગ માટે પણ ચેતવણી આપી હતી.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં Black Fungus (મ્યુકો માઇરોસિસ)ને કારણે અત્યાર સુધી 90 લોકોનાં મોત નીપજ્યાં છે. તે ગંભીર છે તેને હળવાશથી લેવું જોઈએ નહીં. મંત્રીએ કહ્યું કે, કોવિડ -19 દર્દીઓની સારવારમાં સ્ટીરોઇડ્સનો આડેધડ ઉપયોગ ટાળવો જોઈએ. ટોપે જણાવ્યું હતું કે ગંભીર ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિના ઓછી થયા બાદ Black Fungus લોકોને ચેપનો ભોગ બને છે.

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુઆંકમાં મોટો ઘટાડો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 594 લોકોનાં મોત થયાં છે. જ્યારે કોરોનાના નવા 34,031 કેસ નોંધાયા છે. મંગળવારની તુલનામાં નવા કેસોમાં વધારો થયો છે, જ્યારે મૃત્યુઆંક લગભગ અડધાથી ઘટ્યો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ઉલ્લેખનીય છે કે,  આજે Rajasthan સરકારે કોરોના વાયરસના ચેપથી સાજા થતા દર્દીઓમાં Mucormycosis (બ્લેક ફંગસ) રોગને રોગચાળો જાહેર કર્યો છે. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે.

Rajasthan સરકારના મુખ્ય સચિવ મેડિકલ અખિલ અરોરા દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચના મુજબ બ્લેક ફંગસના કોરોના વાયરસ ચેપના આડઅસર તરીકે Mucormycosis (બ્લેક ફંગસ) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો છે . જેમાં કોવિડ -19 અને બ્લેક ફંગસ સારવારને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

રાજસ્થાન રોગચાળો અધિનિયમ 2020 ની કલમ 3 અને ધારા 4 હેઠળ સમગ્ર રાજ્યમાં મ્યુકોર માયકોસિસ ( બ્લેક ફંગસ) ને રોગચાળા અને સૂચિત રોગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">