AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી અત્યાર સુધીમાં કુલ 1000 મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેમાંથી 466 મુંબઈના છે. જેમનુ પરીક્ષણ કરવામાં આવતા વધુ 3 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:53 AM
Share

Maharashtra : આફ્રિકા(South Africa) સહિત અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ 3 પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં વિદેશથી આવેલા સંક્રમિત પ્રવાસીઓની સંખ્યા હવે વધીને 4 થઈ ગઈ છે. તમામને સારવાર માટે હાલ મરોલની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના કુલ 1000 મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેમાંથી 466 મુંબઈના છે. જેમનુ પરીક્ષણ કરવામાં આવતા વધુ 3 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં સંક્રમિતની કુલ સંખ્યા 9 પર પહોંચી છે. હાલ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ક્વોરોન્ટાઈન અને RT-PCR ફરજિયાત

કોરોનાના નવા વેરિયન્ટના (Omicron Variant) જોખમને પગલે, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જોખમ વાળા દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ફરજિયાત કર્યા છે,સાથે જ 14 દિવસ સુધી સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રાખવા આદેશ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, હોમ ક્વોરોન્ટાઈને પણ હાલ મંજુરી આપવામાં આવી નથી.જેથી પ્રવાસીઓએ ફરજિયાત 14 દિવસ સુધી સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.

અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે પણ નિયમો કડક 

ઉપરાંત અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે પણ નિયમો કડક કર્યા છે.હવેથી અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.સંપૂર્ણ રસીકરણ (Vaccination) છતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રાજ્ય કાર્યકારી સમિતિના અધ્યક્ષે તાત્કાલિક અસરથી રાજ્યમાં નવા આદેશો લાગુ કરવા જણાવ્યુ છે.તમને જણાવી દઈએ કે, ડીસીપી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા હવેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આવતા તમામ મુસાફરોના છેલ્લા 15 દિવસની મુસાફરીનો રેકોર્ડ પણ ચેક કરવામાં આવશે.જેના માટે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) તમામ એરલાઈન્સ સાથે પ્રોફોર્મા શેર કરશે અને છેલ્લા 15 દિવસમાં મુસાફરી સંબંધિત માહિતી આગમન પર ઈમિગ્રેશન દ્વારા ક્રોસ-ચેક કરવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai Visit : મમતાની વધી મુશ્કેલી ! રાષ્ટ્રગીતના અનાદર બદલ ભાજપના નેતાએ દીદી વિરુધ્ધ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં આજે પડશે કમોસમી વરસાદ, વધી શકે છે ઠંડી – IMD

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">