ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં આજે પડશે કમોસમી વરસાદ, વધી શકે છે ઠંડી – IMD

હવામાન વિભાગ ( IMD ) અનુસાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી બે દિવસમાં ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં આજે પડશે કમોસમી વરસાદ, વધી શકે છે ઠંડી - IMD
ગુજરાતમા વરસાદની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:49 AM

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કરેલી આગાહીમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને જોતા આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેના કારણે દિલ્હીમાં ઠંડી વધશે.

IMD અનુસાર, ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી બે દિવસમાં ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી ઝડપથી વધશે. હવામાન વિભાગે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો આ રીતે ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. બુધવારે મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ સહિત ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. IMD એ આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન ત્રાટકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ

Omicron : અન્ય રાજ્યોમાંથી આવનારાઓના RT-PCR ટેસ્ટ મુદ્દે મૂંઝવણ, મહારાષ્ટ્ર સરકાર-આરોગ્યપ્રધાનના અલગ અલગ નિવેદનો, આખરે કેન્દ્રે લગાવી ફટકાર

આ પણ વાંચોઃ

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">