ભાજપના નેતાએ કહ્યુ કે, એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ ખુરશી પર બેસીને રાષ્ટ્રગીત (National anthem) ગાયું હતું અને રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા રહેવું તેણે જરૂરી માન્યું નહોતું.
Mamata Mumbai Visit: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની (CM Mamata Banerjee)મુંબઈ મુલાકાત હાલ ઘણી ચર્ચમાં છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે મુંબઈના એક બીજેપી નેતાએ મમતા દીદી વિરુદ્ધ FIR નોંધાવી છે. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મમતા બેનર્જીએ રાષ્ટ્રગીતનો અનાદર કર્યો છે.
તેમણે એક કાર્યક્રમ દરમિયાન ખુરશી પર બેસીને રાષ્ટ્રગીત (National anthem)ગાયું હતું અને રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા રહેવું તેણે જરૂરી માન્યું નહોતું . આટલું જ નહીં, બેસીને પણ મમતાએ રાષ્ટ્રગીત પૂરું કર્યું નહીં અને 4-5 લાઈન પછી જ તે ચૂપ થઈ ગઈ.
A leader of Mumbai BJP filed police complaint against West Bengal CM Mamata Banerjee for “showing utter disrespect to national anthem” by allegedly singing it while in sitting position & then “abruptly stopping after 4 or 5 verses”, during her visit to the city on Wednesday pic.twitter.com/5KqbJ8lC55
તમને જણાવી દઈએ કે,મુંબઈની મુલાકાતે આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, શાહરૂખ ખાન પર નિશાન સાધવામાં આવ્યું છે. બુધવારે મુંબઈ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ સિવિલ સોસાયટીના સભ્યોની સામે અભિનેતા શાહરૂખ ખાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.
જેમાં રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો, સેલિબ્રિટીઓ અને લાખો લોકોની હાજરીમાં તેણે આ નિવેદન આપ્યું હતું. તેમણે સત્તાધારી પક્ષ ભાજપને ક્રૂર પાર્ટી ગણાવી હતી.
ડિરેક્ટર મહેશ ભટ્ટે દીદીને ‘આશાનું કિરણ’ ગણાવ્યા
મુખ્યપ્રધાને લોકોને એક થવા અપીલ કરી અને તેમની પાસેથી સલાહ અને યોગ્ય માર્ગદર્શન પણ માગ્યું હતુ. મમતા બેનર્જીએ કહ્યું કે, મહેશજી તમને અને શાહરૂખ ખાનને પણ નિશાન બનાવવામાં આવ્યા. જીતવું હોય તો લડવું પડશે, મોં ખોલવું પડશે. તમે અમને માર્ગદર્શન આપો અને એક રાજકીય પક્ષની જેમ અમને સલાહ આપો.મમતા બેનર્જીના નિવેદન બાદ ડિરેક્ટર મહેશ ભટ્ટે સીએમને ‘આશાનું કિરણ’ ગણાવીને તેમની પ્રશંસા કરી હતી.