No Power Crisis in Mumbai: કોલસા સંકટ હોવા છતાં વીજકાપ નહીં, મુંબઈ ‘પાવરફુલ’

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 6:59 PM

મુંબઈમાં વીજળીની સૌથી મોટી સપ્લાય કરનારી કંપની અદાણી ઈલેક્ટ્રિસિટીએ મુંબઈને અડીને આવેલા ડહાણુ પ્લાન્ટમાં સ્વદેશી અને આયાતી કોલસાની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળ રહી છે. ટાટા પાવરે પણ વીજળીના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

No Power Crisis in Mumbai: કોલસા સંકટ હોવા છતાં વીજકાપ નહીં, મુંબઈ 'પાવરફુલ'
વીજ સંકટ. (સાંકેતીક તસવીર)

Follow us on

કોલસાની અછતને કારણે દેશભરમાં વીજળીની કટોકટી સર્જાવાનો ભય સામે આવ્યો છે. આજે (11 ઓક્ટોબર, સોમવાર) ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) દેશમાં વીજળીની કટોકટીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ (R.K.Singh) અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ પણ હાજરી આપી હતી.

બેઠકમાં કોલસા સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે (CMT) ખાતરી આપી હતી કે ત્રણ દિવસ પછી કોલસાનું ડીસ્પેચ 1.7 મેટ્રીક ટન પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે. આનાથી કોલસાના પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે.

પરંતુ, મુંબઈની વાત કરીએ તો વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓએ એવી તૈયારી કરી રાખી છે કે અહીં વીજળીનું સંકટ નહીં આવે. મુંબઈમાં વીજળીની સૌથી મોટી સપ્લાય કરનારી કંપની અદાણી ઈલેક્ટ્રિસિટીએ મુંબઈને અડીને આવેલા ડહાણુ પ્લાન્ટમાં સ્વદેશી અને આયાતી કોલસાની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળ રહી છે. ટાટા પાવરે પણ વીજળીના ઉત્પાદનમાં વધારો કર્યો છે. આને કારણે કોલસાની કટોકટી હોવા છતાં પણ મુંબઈમાં વીજળીનુ સંકટ વધુ ઘેરુ બનશે નહીં.

વીજળીની માંગ વધી, કોલસાનો પુરવઠો ઘટ્યો – છતાં મુંબઈમાં બધું જ બરોબર

કોરોના સમયગાળા દરમિયાન બંધ થયેલા ઉદ્યોગો અને વ્યવસાયો એકાએક ખુલી ગયા છે. આ કારણે વીજળીની માંગ પણ ઝડપથી વધી છે. આ સિવાય ઓક્ટોબર હીટને કારણે દરરોજ વીજળીના વપરાશમાં વધારો થયો છે. તહેવારોની સિઝનને કારણે પણ વીજળીની માંગ વધી છે. પરંતુ બીજી બાજુ માંગની સરખામણીમાં કોલસાનો પુરવઠો ઘટી ગયો છે. ભારતમાં કુલ વીજ ઉત્પાદનનો 70 ટકા હિસ્સો કોલસા આધારિત પ્લાન્ટમાંથી આવે છે. તેમ છતાં સંબંધિત કંપનીઓએ ખાતરી આપી છે કે વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં આવે.

નહીં થાય બત્તી ગુલ, મુંબઈ ‘પાવર ફુલ’

ગયા મહિને મુંબઈમાં વીજળીની માંગ લગભગ 2 હજાર મેગાવોટ હતી. હવે આ માંગ 2300- 2400 મેગાવોટની આસપાસ પહોંચી ગઈ છે. અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML) લગભગ 1,200 મેગાવોટ વીજળી પૂરી પાડે છે. તેમજ ટાટા પાવર  (TATA POWER) અને બેસ્ટ (BEST) લગભગ 600 મેગાવોટ વીજળી પુરી પાડે છે. ટાટા પાવર પ્લાન્ટ મુંબઈના ટ્રોમ્બેમાં આવેલો છે. BEST વીજળી વિતરણ કંપની છે. તે વીજળી ઉત્પાદન કરતી નથી. તે વિવિધ કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે અને ગ્રાહકોને પહોંચાડે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી વીજળીના ડહાણુ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિવસ 500 મેગાવોટ છે. હાલમાં અદાણીનો આ ડહાણુ પ્લાન્ટ 470થી 495 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. અહીં ઉત્પન્ન થતી તમામ વીજળી માત્ર મુંબઈને જ સપ્લાઈ કરવામાં આવે છે. સ્વદેશી અને આયાતી કોલસાની મદદથી ઉત્પાદન વ્યવસ્થિત રીતે શરૂ છે. અછતના કિસ્સામાં બાકીની વીજળી એક્સચેન્જમાંથી ખરીદવામાં આવશે, પરંતુ મુંબઈને વીજ સપ્લાયમાં કોઈ વિક્ષેપ નહીં આવે. આવી ખાતરી આ કંપનીઓ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો :  હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati