આ જિલ્લાઓમાં બગીચામાંથી એકાએક વધ્યા ફળોની ચોરીના કિસ્સા, ખેડૂતોની મહેનતને ચોરી જતા તસ્કરો
રાજ્યમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લૂંટારાઓનું નવું લક્ષ્ય છે. સોના કે ચાંદી નહીં, પ્રિય ફળફળાદીની ચોરીના રવાડે ચડ્યા છે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ તેમના બગીચાઓમાંથી હજારો કિલોગ્રામ કિંમતી ઉત્પાદન ચોરાઈ જતા ખેડૂતો હતાશ થઈ ગયા છે.

ભારત એ કૃષિપ્રધાન દેશ છે. આ દેશમાં ખેડૂતો તનતોડ મહેનત કરીને પાક ઉગાડે છે અને સારી કિંમતે બજારમાં વેચીને રૂપિયા કમાય છે. પરંતુ હવે કેટલાક તસ્કરો ખેડૂતોની તૈયાર મહેનતની ચોરી કરી રહ્યાં છે. રાત દિવસ એક કરીને ખેડૂતોએ ઉગાડેલ પાક, ફળની રાતોરાત ચોરી થવાના કિસ્સા વધી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લૂંટારાઓનું નવું લક્ષ્ય છે. સોના કે ચાંદી નહીં, પશ્ચિમી રાજ્યના ચોરો હવે પ્રિય ફળફળાદીની ચોરીના રવાડે ચડ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ તેમના બગીચાઓમાંથી હજારો કિલોગ્રામ કિંમતી ઉત્પાદન ચોરાઈ જતા ખેડૂતો હતાશ થઈ ગયા છે અને તેમને ભારે નુકસાન થયું છે. હજારો કિલો ફળ ચોરાઈ જતા પોલીસનો સંપર્ક કર્યો છે.
દાડમ સૌથી મોંઘા અને નફાકારક ફળોમાંનું એક છે, જે સરળતાથી 100 રૂપિયા પ્રતિ કિલો અને તેનાથી પણ વધુ ભાવે મળી શકે છે. ભારે અને અકાળ વરસાદને કારણે પુરવઠામાં ઘટાડો થવાને કારણે ભાવ વધી રહ્યા છે. મહારાષ્ટ્રના દાડમના ફળના ક્ષેત્રમાં મોટી ચોરીઓ થઈ રહી છે, જેમાં સોલાપુર, નાસિક, સાંગલી, અહમદનગર, પુણે અને સતારા જિલ્લાઓનો સમાવેશ થાય છે. પુણેના શિરુર અને સોલાપુરના સાંગોલામાં, ખેડૂતોએ લાખો રૂપિયાના પાકની ચોરીની ફરિયાદ કરી છે.
પોતાની દુર્દશા વિશે વાત કરતા, સાંગોલાના 35 વર્ષીય ખેડૂત નરેન એ જણાવ્યું કે એક સવારે તેઓ જાગ્યા ત્યારે તેમના ખેતરમાંથી લગભગ 3.50 લાખ રૂપિયાના દાડમ ગાયબ હતા. “આ ઘટનાએ મને ભારે આર્થિક ફટકો પડ્યો છે, કારણ કે લગભગ 3.50 લાખ રૂપિયાનો આખો પાક બજારમાં વેચવા માટે તૈયાર હતો. મારી પત્ની અને બાળકોએ મુશ્કેલ સમયમાં દાડમની ખેતી કરી હતી.
ન્યુજ એજન્સીના એક અહેવાલ મુજબ, તાજેતરના મહિનાઓમાં, 2 ટનથી વધુ દાડમની ચોરીના ઓછામાં ઓછા 15 બનાવો બન્યા છે. ચોરીનો ભોગ બનેલા ઘણા ખેડૂતોએ પોલીસનો સંપર્ક કર્યો છે, પરંતુ ઘણાને અપેક્ષા મુજબ રાહત મળી નથી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ ચોરી થયાના મહિનાઓ પછી પણ તપાસમાં વધુ કોઈ ફળદાયી કાર્યવાહી થઈ નથી.
