Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ પોલીસનો મહત્વનો નિર્ણય , મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં ‘નિર્ભયા સ્કવોડ’ તૈનાત કરવામાં આવશે
દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ભયા ટીમ( Nirbhaya Team) તૈનાત કરવામાં આવશે, જેમાં સહ-નિરીક્ષક અથવા ઉપ-નિરીક્ષક, મહિલા કોન્સ્ટેબલ, પુરૂષ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર કક્ષાના મહિલા અધિકારીનો સમાવેશ થાય છે.
Maharashtra : મુંબઈ સાકીનાકા રેપકેસ બાદ પોલીસે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણય હેઠળ હવેથી મહિલા અધિકારીઓ માટે મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ભયા સ્કવોડ (Nirbhaya Squad)તૈનાત કરવામાં આવશે. જે વિસ્તારોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
દરેક પોલીસ સ્ટેશનમાં ‘નિર્ભયા સ્કવોડ’ તૈનાત કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે, સાકીનાકામાં એક મહિલા પર બળાત્કાર (Saki naka Rape Case) કર્યા બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે.આ માટે ઘણી નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેથી આવી ઘટના ફરી ન બને. આ તૈયારીઓ હેઠળ મુંબઈ પોલીસને(Mumbai police) લગતા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ભયા સ્કવોડ તૈનાત કરવામાં આવશે.
દરેક સમયે પેટ્રોલિંગ માટે એક વાહન તૈનાત રહેશે
તેમાં સહ-નિરીક્ષક અથવા સબ-ઇન્સ્પેક્ટર(Sub Inspector) સ્તરની મહિલા અધિકારી, એક મહિલા કોન્સ્ટેબલ, એક પુરુષ કોન્સ્ટેબલ અને ડ્રાઈવરનો સમાવેશ કરવામાં આવશે. આ ખાસ ટુકડી માટે દરેક પોલીસ સ્ટેશનમાં ‘મોબાઈલ -5’ વાહન આપવામાં આવશે. ઉપરાંત દરેક સમયે પેટ્રોલિંગ માટે એક વાહન તૈનાત રહેશે.
તાલીમ બાદ નિર્ભયા સ્કવોડ તૈનાત કરવામાં આવશે
પોલીસ કમિશનરની સૂચનાઓને ધ્યાનમાં રાખીને, દરેક નિર્ભયા સ્કવોડને બે દિવસની તાલીમ આપવામાં આવશે. તે બાદ તેનુ પોસ્ટિંગ કરવામાં આવશે. આ તાલીમમાં મુખ્યત્વે સ્કવોડને (Squad) કન્યા છાત્રાલય, નાના બાળકોની અનાથાલયોમાંથી માહિતી એકત્રિત કરવાની તાલીમ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ સ્થળોની માહિતી ત્યાંથી એકઠી કરવામાં આવશે જ્યાં મહિલાઓ સામે કેસ વધુ નોંધાય છે. ઉપરાંત ઝૂંપડપટ્ટીઓ, બગીચાઓ, શાળાઓ, કોલેજો, થિયેટરો,અને તે વિસ્તારોમાં મોલ નજીકના નિર્જન વિસ્તારોની સંપૂર્ણ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. આવા વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે પોલીસ પેટ્રોલિંગ (Petrolling) કરવામાં આવશે.
મહિલાઓની સલામતી માટે પ્રયાસ
મોડી રાત્રે મુસાફરી કરતી મહિલાઓને પોલીસની (Mumbai Police) મદદ આપવામાં આવશે. ઉપરાંત આવી મહિલાઓ તેમના સ્થળો સુધી સલામત રીતે પહોંચી શકે તે માટે વાહનની સુવિધા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવશે. ઉપરાંત પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવતા તમામ વિસ્તારોની વૃદ્ધ મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવશે અને સમયાંતરે તેમની સુખાકારીની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો: Crime: 24 વર્ષના યુવકે 40 વર્ષની મહિલાને કરી ગર્ભવતી, ‘ચાલો ફરવા જઈએ’ કહીને કરી હતી જબરદસ્તી
આ પણ વાંચો: Maharashtra: શું ફરી રાજ ઠાકરેની પાર્ટીના નિશાના પર ઉત્તર ભારતીય? મનસેએ કર્યો આ દાવો