Crime: 24 વર્ષના યુવકે 40 વર્ષની મહિલાને કરી ગર્ભવતી, ‘ચાલો ફરવા જઈએ’ કહીને કરી હતી જબરદસ્તી

એક દિવસ હરીશે મહિલાને કહ્યું, 'ચાલો આપણે ફરવા જઈએ.' પીડિતાને તેના મેલા ઇરાદો ખબર ન હતી અને તે સહેલાઈથી સંમત થઈ ગઈ હતી.

Crime: 24 વર્ષના યુવકે 40 વર્ષની મહિલાને કરી ગર્ભવતી, 'ચાલો ફરવા જઈએ' કહીને કરી હતી જબરદસ્તી
આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે તેને બદનામ કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:38 PM

Crime: જ્યારે મુંબઈ સાકીનાકા (Mumbai Sakinaka Rape) બળાત્કારની ઘટના સામે આવી ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ (Chandrakant Patil) એ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં બળાત્કારની આવી 6 ઘટનાઓ બની છે. સાકીનાકા બળાત્કાર બાદ પણ ત્રણ-ચાર સમાન ઘટનાઓ સામે આવી છે. એટલે કે, મહારાષ્ટ્રમાં મહિલાઓની સલામતી એ સૌથી ગંભીર પ્રશ્ન બની ગયો છે. હવે મહારાષ્ટ્રના વર્ધાથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એક 24 વર્ષીય યુવકે 40 વર્ષની મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા છે.

આ ઘટના વર્ધા જિલ્લાના આર્વી વિસ્તારમાં એક જિનિંગ કંપનીમાં કામ કરતી મહિલા સાથે બની હતી. મહિલાની ઉંમર 40 વર્ષ છે, જ્યારે આરોપી યુવકની ઉંમર 24 વર્ષ છે. આરોપીએ મહિલાને બળજબરીથી લોજમાં લઈ જઈ તેની વાસનાનો શિકાર બનાવી. સાકીનાકા બળાત્કાર કેસના પગલે આ ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી દીધી છે. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતા ગર્ભવતી બની હતી. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ હરીશ ઉત્તમ કિંદર્ને છે.

ચાલો ફરવા જઈએ, એમ કહીને આરોપી તેને લોજમાં લઈ ગયો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પીડિત અને આરોપી આર્વી  સ્થિત એક જિનિંગ કંપનીમાં કામ કરે છે. કામ કરતી વખતે, મહિલાને આંબેડકર વોર્ડમાં રહેતા હરીશ ઉત્તમ સાથે ઓળખ થઈ હતી. જેમ જેમ ઓળખાણ વધતી ગઈ તેમ તેમ બંને ગાઢ મિત્રો બની ગયા. એક દિવસ હરીશે મહિલાને કહ્યું, ‘ચાલો આપણે ફરવા જઈએ.’ પીડિતાને તેના મેલા ઇરાદો ખબર ન હતી અને તે સહેલાઈથી સંમત થઈ ગઈ હતી.

આ પછી, આરોપી હરીશ પીડિતાને તેની બાઇક પર બેસાડીને લોજમાં લાવ્યો. લોજના એક રૂમમાં તેણે મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેણે મહિલા સાથે વધુ એક જગ્યાએ દુષ્કર્મ આચર્યું.

મહિલા ગર્ભવતી થઈ ત્યારે સમગ્ર મામલો આવ્યો પ્રકાશમાં

આ બનાવ બાદ મહિલાને ગર્ભ રહી ગયો, જ્યારે તે આઠ મહિનાની ગર્ભવતી બની ત્યારે તેણીને અચાનક તેના પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાને સેવાગ્રામ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ પછી, મહિલાની ફરિયાદ પર, આખરે આરોપી હરીશ સામે કેસ નોંધવામાં આવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી.

બદનામ કરવાની ધમકી આપી, તેથી પીડિતા અત્યાર સુધી ચૂપ રહી

આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે તેને બદનામ કરશે. તેથી પીડિતા અત્યાર સુધી ચૂપ રહી. પરંતુ જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે મામલો સામે આવ્યો અને પીડિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તત્પરતા દર્શાવતા આરોપીની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમોમાં આવ્યા નવા નીર, ઉત્તર ગુજરાતમાં કેટલાક ડેમો હજુ ખાલીખમ

આ પણ વાંચો: Health : ભારતમાં સિંગલ ડોઝની વેક્સીન માટે આશાનું કિરણ, સ્પુટનિક લાઈટના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">