Video : વેક્સિનેશન સેન્ટર પર NCP કાર્યકરોએ મહિલા સરપંચને માર માર્યો, વીડિયો સામે આવ્યા બાદ FIR દાખલ

પોલીસ અધિકારીઓના (Police Officer) જણાવ્યા અનુસાર, મહિલા સરપંચની મારપીટના વીડિયોના આધારે આરોપી સુજીત કાલભોર સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Video : વેક્સિનેશન સેન્ટર પર NCP કાર્યકરોએ મહિલા સરપંચને માર માર્યો, વીડિયો સામે આવ્યા બાદ FIR દાખલ
Ncp worker beat woman sarpanch at vaccination center
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 2:51 PM

Maharashtra: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મહિલા સરપંચને માર માર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રસીકરણ કેન્દ્રમાં (Vaccination Center) એનસીપી પાર્ટીના કાર્યકરે મહિલા સરપંચ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે એનસીપી પાર્ટીના કાર્યકર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ આ કેસમાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

આ ઘટના પુણે જિલ્લાના કદમાવક વસ્તીના રસીકરણ કેન્દ્ર પર બની હતી. પોલીસ અધિકારીઓના (Police Officer) જણાવ્યા અનુસાર, મહિલા સરપંચને માર મારવાના વીડિયોના આધારે આરોપી સુજીત કાલભોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ મહિલા સરપંચની ઓળખ ગૌરી ગાયકવાડ (Gauri Gaikwad) તરીકે કરવામાં આવી છે.

આ ઘટના અંગે ગૌરીએ જણાવ્યુ હતુ કે, “જો મહિલા સરપંચ સારું કામ કરી રહી હોય તો તેને હિંસાનો સામનો કરવો પડે છે.” ઉપરાંત તેણે આરોપ લગાવ્યો કે, એનસીપીના કાર્યકર (NCP Worker) દ્વારા ભૂતકાળમાં પણ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યા છે.

ભાજપે મહિલા સરપંચ પર થયેલા હુમલાને શરમજનક ગણાવ્યો હતો

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ ચિત્રા વાળાએ (Chitra Vala) આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યુ કે તે ખૂબ જ હેરાન કરે છે અને તેને જોઈને ખૂબ જ ગુસ્સો આવે છે. આ ઉપરાંત ચિત્રા વાળાએ મહિલાને માર મારતો વીડિયો ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, શું ગૃહ વિભાગે પાર્ટીને લાયસન્સ આપ્યું છે કે જેના ધારાસભ્યો અને કાર્યકરો મહિલાઓનું અપમાન કરે ? અને આ ઘટનાની આકરી નિંદા કરી હતી.

આ પણ વાંચો: Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ

આ પણ વાંચો:  Vaccination : 1 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ, બનાવ્યો રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">