AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination : 1 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ, બનાવ્યો રેકોર્ડ

મુંબઈમાં સૌથી વધુ કોરોના રસીના ડોઝ 27 ઓગષ્ટે આપવામાં આવ્યા હતા. આ દિવસે મુંબઈમાં 1 લાખ 77 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. તેની બાદ 21 ઓગસ્ટે સૌથી વધુ રસી આપવામાં આવી હતી.

Vaccination : 1 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ, બનાવ્યો રેકોર્ડ
1 કરોડથી વધુ લોકોને રસી આપનાર મુંબઈ દેશનું પ્રથમ શહેર બન્યું છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 11:17 PM
Share

કોરોના વાયરસ વિરોધી રસીકરણની (Vaccination in Mumbai) બાબતમાં મુંબઈએ દેશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ દેશનો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં  કોરોના રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિન પોર્ટલ (CoWin) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં લોકોને અત્યાર સુધીમાં રસીના 1 કરોડ 63 હજાર 497 ડોઝ આપવામાં આવ્યા છે.

તેમાંથી 72 લાખ લોકોને રસીનો  પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 27 લાખ 88 હજાર 363 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. મુંબઈ જિલ્લામાં કુલ 507 કેન્દ્રોમાં રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

 27, 21 અને 23 ઓગસ્ટના રોજ આપવામાં આવી સૌથી વધારે રસી 

મુંબઈમાં જે 507 કેન્દ્રોમાં રસી આપવામાં આવી રહી છે જેમાં 325 સરકારી કેન્દ્રો છે અને 182 ખાનગી હોસ્પિટલો દ્વારા સંચાલિત છે. છેલ્લા એક મહિનામાં રસીના સૌથી વધુ ડોઝ 27 ઓગસ્ટે આપવામાં આવ્યા હતા. આ દિવસે મુંબઈમાં 1 લાખ 77 હજાર 17 લોકોને રસી આપવામાં આવી હતી.

તેની બાદ   21 ઓગસ્ટે સૌથી વધારે કોરોના  રસી આપવામાં આવી હતી. આ દિવસે 1 લાખ 63 હજાર 775 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 23 ઓગસ્ટના રોજ 1 લાખ 53 હજાર 881 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજા ડોઝ વાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે

1 કરોડનો આંકડો પાર કર્યા પછી, બીજો ડોઝ લેનારા લોકો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની પ્રાથમિકતામાં આગળ છે. એટલે કે, નવા લોકોને રસી આપવાને બદલે, બીએમસીનો પ્રયાસ એ છે કે જે લોકોએ રસીનો  પ્રથમ ડોઝ લીધો હોય તેમને પહેલાં બીજો ડોઝ મળી જાય. આ જ કારણ છે કે મુંબઈમાં શનિવારે બીજો ડોઝ લેનારાઓને જ રસી આપવામાં આવી હતી.

રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે કોરોનાની સંખ્યા પણ વધી રહી છે.

પરંતુ એક બાબત ચિંતાજનક છે તે એ છે કે મુંબઈએ જે ઝડપે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે, તે જ ઝડપે મુંબઈમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ આવવા લાગ્યા છે. આ અઠવાડિયામાં કોરોનાના 400 થી વધુ નવા કેસ આવવા લાગ્યા છે. બુધવારે (1 સપ્ટેમ્બર) 416 નવા કેસ નોંધાયા અને ગુરુવારે (2 સપ્ટેમ્બર) 441 નવા કેસ નોંધાયા. શુક્રવારે કોરોનાના 422 નવા કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 7 લાખ 45 હજાર 434 થઈ ગઈ છે. એ જ રીતે, કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા વધીને 15 હજાર 987 થઈ ગઈ છે. આ વર્ષે, 4 એપ્રિલના રોજ મુંબઈમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ દિવસે મુંબઈમાં 11 હજાર 163 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.

જ્યારે કોરોનાની બીજી લહેરમાં, 1 મેના રોજ સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા. આ દિવસે મુંબઈમાં કોરોનાથી 90 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :  Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ

આ પણ વાંચો : New Zealandમાં 6 મહિના બાદ કોરોનાથી પ્રથમ મોત, સરકારે લાગુ કર્યા કડક પ્રતિબંધ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">