Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ
આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. તેમાંથી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં મહત્તમ વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. આગામી 48 કલાકમાં ઉત્તર અને ઉત્તર મધ્ય બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. તેથી આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. તેમાંથી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં મહત્તમ વરસાદ થવાની સંભાવના છે.
कमी दाबाचे क्षेत्र,येत्या ४८ तासात उत्तर/उत्तर मध्य बंगालच्या उपसागरात निर्माण होण्याची शक्यता. त्या मुळे येत्या 4,5 दिवसात राज्यात बऱ्याच ठिकाणी विजांच्या गडगडाटासहित मुसळधार ते अतिमुसळधार पावसाची शक्यता आज IMD ने वर्तवली आहे. ४,५ दिवशी कोकणात जास्त प्रभाव,मुंबई ठाणे पालघर. TC pic.twitter.com/eKoxbVul0r
— K S Hosalikar (@Hosalikar_KS) September 4, 2021
જાણો ક્યા-ક્યા ભારે વરસાદ પડશે અને ક્યા-ક્યા મધ્યમ વરસાદ
રાજ્યમાં 7 સપ્ટેમ્બરે સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢ જેવા થાણે, પાલઘર, મુંબઈ, નાસિક, ઓરંગાબાદ, જાલના જેવા ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અહમદનગર, બીડ, પરભણી, અકોલા, અમરાવતી, યવતમાલ, નાંદેડ, બુલઢાણા, હિંગોલીમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે.
Thunderstorm continuing over parts of interior Maharashtra: Moderate to intense spells of rain accompanied with thunder/lightning very likely to continue over Jalna, Parbhani, Hingoli, Latur ,Nanded, Aurangabad and Osmanabad during next 3-4 hours . pic.twitter.com/N8WOrmGdL4
— Regional Meteorological Center,Mumbai (@RMC_Mumbai) September 4, 2021
5 સપ્ટેમ્બરે રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે
કોંકણ પટ્ટામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકિનારે રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
2.30 pm Latest satellite image indicates almost entire west coast covered with dense clouds,more towards South Konkan & below.Ghat areas with parts of Vidarbha,adjoining Marathwada Pl see IMD warnings for coming days for Maharashtra. Monsson is expected to be very active. TC pic.twitter.com/qCc3Z9agMQ
— K S Hosalikar (@Hosalikar_KS) September 4, 2021
ક્યા ક્યા પડશે રીમઝીમ વરસાદ
આમ, સાતારા, પૂણે, રાયગઢ, કોલ્હાપુર, મુંબઈ, થાણે, પાલઘર, નાસિક, અહમદનગર, જલગાંવ, જાલના, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, ચંદ્રપુર, અમરાવતી, ગઢચિરોલી જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો હતો. આ કહેર વચ્ચે રાહત અને બચાવ કામગારી ઝડપથી ચલાવવામાં આવી હતી. વરસાદથી પેદા થયેલી આ વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં લગભગ 136થી પણ વધારે લોકોના મોત થયા હતા. આ બધા વચ્ચે પૂણે મંડળમાં 84,452 લોકોને સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે 84,452 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા.
આ બાજુ ગુજરાતમાં પણ હાલમાં નોંધનીય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિવિધિ પૂરજોશમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે. સપ્ટેમ્બરની શરૂઆત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સારી રહી છે અને અનેક ડેમોમાં નવા નીર આવવાના શરૂ થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ ગુજરાતના ખેડૂતો માટે સારી રહી છે, હજારો ખેડૂતોના સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવજીવન મળશે.
આ પણ વાંચો : Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા