“મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે”, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ

|

Oct 23, 2021 | 5:45 PM

વધુ એક NCP નેતાએ સમીર વાનખેડેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જયંત પાટીલે કહ્યુ કે, "સમીર વાનખેડે વિરુદ્ધ મલિક પાસે નક્કર પુરાવા હશે, નહીં તો તેઓ અધિકારી વિરુદ્ધ ક્યારેય નિવેદન ન આપે."

મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ
NCP Leader Jayant Patil (File photo)

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને રાજ્ય મંત્રી જયંત પાટીલે જણાવ્યું હતું કે તેમના પક્ષના સાથી નવાબ મલિક પાસે NCBના મુંબઈ વિભાગીય નિયામક સમીર વાનખેડે (Samir Wankhede) વિરુદ્ધ કેટલાક નક્કર પુરાવા હશે નહીં તો તેઓ અધિકારી વિરુદ્ધ ક્યારેય નિવેદન ન આપે.

 

છેલ્લા કેટલાક દિવસોથી નવાબ મલિક NCB (Narcotics Control Bureau) અધિકારીની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રુઝ પાર્ટીમાં NCB અધિકારી સમીર વાનખેડેના (Sameer Wankhede) નેતૃત્વમાં રેડ પાડીને આર્યન ખાન સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

નવાબ મલિકે સમીર વાનખેડેની ભુમિકા પર ઉઠાવ્યા સવાલ

બે દિવસ પહેલા NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેની બહેન જાસ્મીની (Jasmin Wankhede) તસવીર શેર કરીને વાનખેડે પર આરોપ નાખ્યા હતા. જો કે અધિકારી સમીર વાનખેડેએ આ તમામ આરોપોને નકાર્યા છે. તેમણે મલિકને કહ્યું હતુ કે “જો ડ્રગ્સ હટાવવાની કામગીરીને લઈને તેને જેલમાં નાખવામાં આવે તો તેનું સ્વાગત છે.”

 

નવાબ મલિકનો રાજ્ય મંત્રી જયંત પાટીલે આપ્યો સાથ

ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી નવાબ મલિકના (Nawab malik) જમાઈ સમીર ખાનની પણ એનસીબીએ આ વર્ષે 13 જાન્યુઆરીએ માદક પદાર્થ રાખવા બદલ ધરપકડ કરી હતી. જો કે સપ્ટેમ્બરમાં તેમને જામીન મળ્યા હતા. ત્યારે હાલ વધુ એક નેતાએ સમીર વાનખેડેને લઈને પ્રહારો કર્યા છે, રાજ્ય મંત્રી જયંતી પાટીલે શુક્રવારે પાલઘરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “નવાબ મલિક પાસે NCBના સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે, નહીં તો  તે તેમના વિરુદ્ધ નિવેદન ન આપે.”

 

મોદી સરકાર પર જયંત પાટીલે કર્યા પ્રહાર

સાથે જળ સંસાધન મંત્રી પાટીલે (Jayant Patil) આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકારને તોડવા માટે તમામ સંભવિત માર્ગો અપનાવી રહી છે.

 

ED અને આવકવેરા વિભાગ આવક વધારવા માટે રાજ્યના નેતાઓની પાછળ છે: પાટીલ

વધુમાં પાટીલે આરોપ લગાવ્યો કે કાળા નાણા, મોટા કરચોરો અને મોટા ઉદ્યોગપતિઓની તપાસ કરવાને બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગ તેમની આવક વધારવા માટે રાજ્યના નેતાઓની પાછળ પડી છે. પાટીલે કહ્યું કે દેશના નાગરિકોને હવે આ દરોડા પાછળ ભાજપ સરકારના ઈરાદા વિશે ખબર પડી ગઈ છે.

 

આ પણ વાંચો : Drug Case : પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ અનન્યા પાંડે, સોશિયલ મીડિયા પર શેયર થયા ફની મીમ્સ

 

આ પણ વાંચો : અનન્યા પાંડે 4 કલાક બાદ NCB ઓફિસમાંથી આવી બહાર, ડ્રગ્સ કેસમાં સતત બીજા દિવસે થઈ પૂછપરછ

Next Article