AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનન્યા પાંડે 4 કલાક બાદ NCB ઓફિસમાંથી આવી બહાર, ડ્રગ્સ કેસમાં સતત બીજા દિવસે થઈ પૂછપરછ

ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે આજે ફરી એકવાર ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી હતી. અનન્યા આજે બપોરે 2.15 વાગ્યાની આસપાસ એનસીબી ઓફિસ પહોંચી હતી અને સાંજે 6.21 વાગ્યે તેના પિતા ચંકી પાંડે સાથે બહાર આવી હતી.

અનન્યા પાંડે 4 કલાક બાદ NCB ઓફિસમાંથી આવી બહાર, ડ્રગ્સ કેસમાં સતત બીજા દિવસે થઈ પૂછપરછ
Ananya Pandey at NCB office
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:24 PM
Share

ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે આજે ફરી એકવાર ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી હતી. અનન્યા આજે બપોરે 2.15 વાગ્યાની આસપાસ એનસીબી ઓફિસ પહોંચી હતી અને સાંજે 6.21 વાગ્યે તેના પિતા ચંકી પાંડે સાથે બહાર આવી હતી. એક અહેવાલ મુજબ પૂછપરછ દરમિયાન અનન્યા પાંડેએ ડ્રગ્સ લેવાનો અને સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે, પહેલા દિવસે પણ તેમની લાંબા સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.

અનન્યાની શા માટે થઈ રહિ છે પૂછપરછ

અનન્યા પાંડેની ગુરુવારે પણ લગભગ 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અનન્યા પાંડેને ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથેની ચેટના આધારે તેને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ચેટમાં અનન્યા ગાંજા વિશે વાત કરી રહી હતી.

એવો પણ આરોપ છે કે, આર્યન તે ચેટમાં ગાંજો અરેન્જ કરવાની વાત કરી રહ્યો હતો. જોકે, પહેલા દિવસે પૂછપરછ દરમિયાન અનન્યાએ આરોપોને નકાર્યા હતા. આર્યનની વોટસઅપ ચેટમાં અનન્યાનું નામ સામે આવતા NCBએ શુક્રવારે અનન્યા પાંડેના ઘરે દરોડ પાડીને તપાસ શરૂ કરી હતી. NCBએ અનન્યાનું લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે.

પહેલા દિવસે પૂછપરછમાં શું થયું

ગુરુવારે જ્યારે અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે સાથે NCB ના ઝોનલ હેડ ક્વાર્ટરમાં સાંજે 4 વાગ્યે પહોંચી ત્યારે ચંકી પાંડેને પૂછપરછથી દૂર બહાર બેસાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારી વીવી સિંહ, ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એક મહિલા અધિકારીએ અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી.

એક અહેવાલ મુજબ એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અનન્યા પાંડેએ જણાવ્યું હતું કે તેણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેણે આર્યન ખાન સાથે અભ્યાસ કર્યો હતો અને તે આર્યન ખાનની બહેન સુહાનાની ખાસ મિત્ર પણ છે. આ કારણે આર્યન, સુહાના અને અનન્યા એકબીજાના પારિવારિક મિત્રો છે. શૂટિંગના શેડ્યૂલ સિવાય જ્યારે તે ઘરે રહે છે ત્યારે બધા ભેગા થાય છે. જેમાં શાળાના મિત્રોનું વર્તુળ પણ હોય છે.

આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ

બોલીવુડ ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ડ્રગ્સના કારણે પ્રકાશમાં આવી છે.મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ NCB એ તેની તપાસ શરૂ કરી છે,જેમાં આર્યનની (Aryan Khan) વોટસઅપ ચેટ્સમાં ઘણા ઘણા સ્ટાર કિડ્સના નામ સામે આવી રહ્યા છે. NCBને આર્યન ખાનની વોટ્સએપ ચેટ મળી છે, જેમાંથી ઘણા વધુ ખુલાસાઓની અપેક્ષા રાખવામાં આવી રહી છે. NCB (Narcotics Control Bureau) ના રડાર પર ઘણા સ્ટાર કિડ્સ છે. જ્યારથી અનન્યા પાંડેને (Ananya Panday)પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે સંભાવના છે કે આ કેસમાં અન્ય મોટા સેલિબ્રિટિઝના બાળકોના નામ પણ સામે આવી શકે છે.

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">