AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP અધ્યક્ષ શરદ પવારને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ શરદ પવારનો જન્મદિવસ હતો અને આજે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળવાથી મોટો ખળભડાટ મચી ગયો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે

NCP અધ્યક્ષ શરદ પવારને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી
Sharad PawarImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 4:57 PM
Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને આજે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ એક અજાણ્યા વ્યક્તિએ શરદ પવારના ઘર સિલ્વર ઓક પર ફોન કરીને પવારને મારવાની ધમકી આપી અને કહ્યું કે તે મુંબઈ આવીને દેશી તમંચાથી તેમને જાનથી મારી કાઢશે. સુત્રો જણાવી રહ્યા છે કે ફોન કરનારા વ્યક્તિએ હિન્દીમાં ધમકી આપી. શરદ પવારના બંગ્લા પર પોસ્ટેડ પોલીસ ઓપરેટરની ફરિયાદ પર ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિની સામે કેસ દાખલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ શરદ પવારનો જન્મદિવસ હતો અને આજે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળવાથી મોટો ખળભડાટ મચી ગયો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. ધમકી આપનારા વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે, તે વ્યક્તિ બિહારનો રહેવાસી છે. અજાણ્યા વ્યક્તિની સામે આઈપીસીની કલમ 294, 506 (2) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું

ધમકી આપનારા વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું છે. સંબંધિત વ્યક્તિ બિહારનો રહેવાસી છે. ધમકી આપનારા વ્યક્તિનું નામ નારાયણ સોની જણાવવામાં આવી રહ્યું છે. શરદ પવારના કાર્યાલયથી મળતી માહિતી મુજબ કોલ કરનારો વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. આ વ્યક્તિ પહેલા પણ એક વાર આ પ્રકારની ધમકી આપી ચૂક્યો છે. પોલીસે ત્યારે તેને કસ્ટડીમાં પણ લીધો હતો.

દેશી તમંચાથી શરદ પવારને જાનથી મારી નાખવાની આપી ધમકી

પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ શરદ પવારને ધમકી આપનારો વ્યક્તિ હિન્દીમાં વાત કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે દેશી તમંચાથી તેમને જાનથી મારી નાખશે પણ ધમકી આપવાનું કારણ હજુ સામે નથી આવ્યું, હાલમાં પોલીસે આરોપીની સામે IPCની કલમ 294, 506 (2) હેઠળ કેસ દાખલ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે તાજેત્તરમાં જ રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમને આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ધમકી આપનારાની ધરપકડ કરી લીધી હતી.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">