AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : શરદ પવાર ગુજરાતમાં NCP માટે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે . તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સામેલ થવાના છે. તેવા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે

Gujarat Election 2022 : શરદ પવાર ગુજરાતમાં NCP માટે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે
NCP Chief Sharad PawarImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 3:46 PM
Share

Gujarat Election 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે . તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સામેલ થવાના છે. તેવા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે. NCPએ સોમવારે આ જાહેરાત કરી હતી. એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ, વરિષ્ઠ નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો સહિત 31 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી હતી.

એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. એનસીપી  કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ત્રણ બેઠકો – ઉમરેઠ, નરોડાઅને દેવગઢ બારિયા ચૂંટણી લડશે. જેમાં 2017ની ગુજરાત ચૂંટણીમાં, કાંધલ જાડેજા એકમાત્ર NCP ઉમેદવાર હતા, જે પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે : અમિત શાહ

આ દરમ્યાન , કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બહુમતી જીતશે તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે. શાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા પર છે. શાહે એક ન્યૂઝને ચેનલને જણાવ્યું હતું કે “જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળે છે, તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્ય પ્રધાન હશે.”

ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ બેઠક પરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ‘જાહેર સર્વે’ હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.કોંગ્રેસે ચૂંટણી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">