AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડે ફરી એક્શનમાં : મુંબઈમાં ત્રણ સ્થળો પર NCBના દરોડા, એરપોર્ટ પરથી ડ્રગ્સ ભરેલી બેગ મળતા ખળભળાટ

મુંબઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યા છે. NCBએ શુક્રવારે મુંબઈમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એરપોર્ટ પર ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે.

સમીર વાનખેડે ફરી એક્શનમાં : મુંબઈમાં ત્રણ સ્થળો પર NCBના દરોડા, એરપોર્ટ પરથી ડ્રગ્સ ભરેલી બેગ મળતા ખળભળાટ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 3:08 PM
Share

Sameer Wankhede : છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શુક્રવારે સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે મુંબઈમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મુંબઈ એરપોર્ટ પરથી MD ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, NCB ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો છે. આ માહિતીના આધારે NCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે મુજબ ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું. હાલમાં NCBની ટીમ વધુ તપાસ કરી રહી છે.

આર્યન ખાનને કારણે વાનખેડેનુ નામ ચર્ચામાં આવ્યુ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન પર કાર્યવાહીને કારણે સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આર્યન ખાનને લગભગ એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું. NCP નેતા અને મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્રને ખંડણી માટે નિશાન બનાવ્યો હતો અને વાસ્તવિક ડ્ર્ગ્સ માફિયા ક્યારેય ક્રૂઝમાં પકડાયા નથી.

આ રીતે સમીર વાનખેડે વિવાદોમાં ફસાયા

બાદમાં જ્યારે આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે કિરણ ગોસાઈ નામનો એક વ્યક્તિ, જે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો, તેના અંગરક્ષક પ્રભાકર સેઈલે દાવો કર્યો હતો કે, તેણે કિરણ ગોસાઈની સેમ ડિસુઝા નામની વ્યક્તિ સાથેની વાતચીત સાંભળી હતી. આ વાતચીતમાં ગોસાઈ સેમને કહેતા હતા કે આર્યન ખાનને બચાવવા માટે જે 18 કરોડ લેવાના છે તેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે. ખંડણીના આરોપોમાં ઘેરાયા બાદ સમીર વાનખેડેને NCBએ દિલ્હી બોલાવીને પૂછપરછ કરી હતી. અને બાદમાં તેને આર્યન ખાન કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક

આ પણ વાંચો :  Maharashtra : મુસ્લિમ અનામતની માગ સાથે AIMIM મોરચો મુંબઈ માટે રવાના થયો, ગૃહ પ્રધાન Dilip Walse-Patil કહ્યું કલમ 144નું ઉલ્લંઘન કરશો નહીં

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">