આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે.

આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો
Aryan Khan Drugs Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:48 PM

Aryan Drugs Case : આર્યન ખાન ડ્રગ કેસમાં નવાબ મલિક દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. નવાબ મલિકે મોટો ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાનને (Shahrukh Khan) ડરાવવામાં આવી રહ્યો છે. રિકવરી અંગે જો તે મોં ખોલશો તો તેને પણ આરોપી બનાવી દેવામાં આવશે. ઉપરાંત આર્યન ખાનને પણ લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવશે.

નવાબ મલિકનો ચોંકાવનારો ખુલાસો

નવાબ મલિકે કહ્યું, પીડિત ક્યારેય આરોપી નથી હોતો. શાહરૂખ પાસેથી ધાકધમકી આપીને પૈસા લેવામાં આવે છે, તે આરોપી નથી. શાહરૂખની મેનેજર પૂજા ડડલાનીને (Pooja Dadlani) પણ ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ મારો મુદ્દો એ છે કે પીડિતોએ ડરવું ન જોઈએ, તેમણે આગળ આવવું જોઈએ.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે : નવાબ મલિક

નવાબ મલિકે કહ્યું કે, કોર્ટની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે, આર્યન ખાનને (Aryan Khan) પ્રતીક ગાભા અને આમિર ફર્નિચર વાલા મારફતે ક્રુઝ પાર્ટીમાં ગયો હતો. આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે. આ માટે મોહિત કંબોજના સાળાને રાખવામાં આવ્યો હતો. આ ડીલ 25 કરોડથી શરૂ થઈ અને 18 કરોડમાં નક્કી થઈ. આર્યન ખાન સાથે ગોસાવીની સેલ્ફીએ મામલો વધુ ખરાબ કરી દીધો હતો. આ સમગ્ર રમતનો માસ્ટર માઇન્ડ મોહિત કંબોજ (Mohit Kamboj) છે. મોહિત આ શહેરમાં 12 હોટલ ચલાવે છે. તેમજ તે સમીર વાનખેડેનો મિત્ર છે. મોહિતે વેસ્ટ ઇન હોટલની બાજુમાં હોટેલ ખોલી હતી અને વેસ્ટ ઇન સામે બનાવટી કેસ કર્યો હતો જેથી તે બંધ થઈ જાય.

કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા ?

નવાબ મલિકે કહ્યું કે, સમીર વાનખેડેએ (Sameer Wankhede) દાવો કર્યો હતો કે 8 થી 10 લોકોને પકડવામાં આવ્યા છે. પરંતુ આ અંગે કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા. આ પાર્ટીમાંથી આઠ નહીં પરંતુ અગિયાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે સવાલ ઉઠાવ્યો હતો કે ત્રણ લોકોને કેમ છોડવામાં આવ્યા. રિષભ સચદેવાને છોડવામાં આવ્યા કારણ કે તે બીજેપી નેતા મોહિત કંબોજના સાળા હતા. સૌથી મોટી રમત એ ત્રણ લોકોની છે. મોહિત કંબોજ પર 1100 કરોડના બેંક કૌભાંડનો આરોપ છે.

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

g clip-path="url(#clip0_868_265)">