AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળાની ઠંડી વચ્ચે દેશનાં વિવિધ વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એલર્ટ

પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચુ દબાણ બનેલુ છે. જેના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 'યલો એલર્ટ' જાહેર કરાયુ.

શિયાળાની ઠંડી વચ્ચે દેશનાં વિવિધ વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એલર્ટ
Heavy rain forecast in India, alert issued in areas including Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 1:06 PM
Share

સમગ્ર ભારતમાં શિયાળા(winter) ની શરુઆત થઇ ચુકી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિયાળો આગળ પણ વધવા લાગ્યો છે. લોકોએ ગરમ કપડા પણ કાઢવાના શરુ કરી દીધા હતા. એવામાં હવે હવામાન વિભાગે(IMD) ભારે વરસાદ(rain)ની આગાહી આપી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર(maharashtra)ના બે જિલ્લાઓમાં આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પૂર્વ અરબી સમુદ્રમાં પવન 50-60 કિમી પ્રતિ કલાક અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે 7 નવેમ્બરથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વરસાદનું કારણ સમુદ્ર પર લો પ્રેશર પૂર્વ મધ્ય અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. આજે સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બની શકે છે અને આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. તે ભારતીય કિનારે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ચક્રવાતી પવનનો વિસ્તાર આંધ્ર પ્રદેશ પાસે પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સમુદ્ર તટથી 5.8 કિમી સુધી ફેલાયેલો છે.

માછીમારોને દરિયામાં ન જવા સૂચન IMD અનુસાર અરબી સમુદ્રમાં નીચા દબાણના કારણે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે IMDએ માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.

કયા કયા સ્થળોએ એલર્ટ? ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અથવા બરફની સંભાવના છે અને શુક્રવારે હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અથવા બરફની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં ઓછું કે ઓછું હોય છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદની આગાહી સોમવાર સુધી મહારાષ્ટ્ર અને ગોવામાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. સોમવારે બંગાળની ખાડી અને તેની નજીકના આંદામાન સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે. મંગળવારથી ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતને અસર કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Lord Sun Remedies: છઠ પૂજા પહેલા સૂર્યદેવની કૃપા મેળવવા કરો આજે રવિવારે આ મહાઉપાય

આ પણ વાંચોઃ Mexico Accident: મેક્સિકોમાં ટોલ બૂથ સહિત અન્ય છ વાહનોને ટ્રકે ટક્કર મારતા 19 લોકોના મોત

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">