Aryan Khan Updates: નવાબ મલિકે હવે કિરણ ગોસાવીની કથિત ઓડિયો ક્લિપ્સ જાહેર કરી ગંભીર આરોપ લગાવ્યા, જાણો શું કહ્યું

નવાબ મલિકે મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ પહેલા કિરણ ગોસાવીની વોટ્સએપ ચેટ પોસ્ટ કરી હતી અને પછી આરોપ મૂક્યો હતો કે સમીર વાનખેડેએ કાશિફ ખાનને છોડ્યો હતો અને આર્યન ખાનને ફસાવ્યો હતો. હવે તેમણે કે.પી. ગોસાવીની કથિત 4 ઓડિયો ક્લિપ્સ પોસ્ટ કરી છે.

Aryan Khan Updates: નવાબ મલિકે હવે કિરણ ગોસાવીની કથિત ઓડિયો ક્લિપ્સ જાહેર કરી ગંભીર આરોપ લગાવ્યા, જાણો શું કહ્યું
Kiran Gosavi Aryan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:34 PM

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Drug Case), એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના (Nawab Malik) એનસીબી (NCB)  ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર હુમલાઓ ચાલું છે. નવાબ મલિકે મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ પહેલા કિરણ ગોસાવીની વોટ્સએપ ચેટ પોસ્ટ કરી હતી અને પછી આરોપ મૂક્યો હતો કે સમીર વાનખેડેએ કાશિફ ખાનને છોડ્યો હતો અને આર્યન ખાનને (Aryan Khan) ફસાવ્યો હતો. હવે તેમણે કે.પી. ગોસાવીની કથિત 4 ઓડિયો ક્લિપ્સ તેમના ટ્વિટર હેન્ડલ પરથી (K.P.Gosavi’s Audio Clips) પોસ્ટ કરી છે.

ગોસાવી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને પુણેની યરવડા જેલમાં છે. આ ઓડિયો ક્લિપ્સમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મોબાઈલ પર વાતચીત થઈ રહી છે. આ ક્લિપ્સે ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પ્રથમ ક્લિપ

કેપી, ગોસાવી – જસ્ટ કલેક્ટ ધ ડેટા અલોન્ગ વિથ કોન્ટેક્ટ ડિટેલ્સ, આ પછી અપન મોબાઈલમાંથી જ ટ્રેસ કરી લેશું ! બટ ડોન્ટ ડીસ્કસ અપાર્ટ ફ્રોમ મી બિકોઝ આઈ એમ ડાઈરેક્ટલી ટૂ ધ ઓફીશીયલ

બીજી ક્લિપ

કે.પી., ગોસાવી- કબીરનું… કબીર પાસે કન્ફર્મ હશે શું ! મને કંફર્મ જેની પાસે હશે 10 માંથી 5 તો પણ ચાલશે પરંતુ કન્ફર્મ હોવું જોઈએ, તેમની પાસે નિકળવું જોઈએ. (એટલે ​​કે ડ્રગ્સ તેમની પાસે મળવું જોઈએ)

ત્રીજી ક્લિપ

કે.પી., ગોસાવી – દાદા! દિલ્હીનો મેસેજ મૂકવો હોય તો અત્યારે જ મુકો! બાદમાં દિલ્હી બંધ રહેશે પછી આવતીકાલ સુધી ચાલશે (એટલે ​​કે આવતીકાલ સુધી કામ અટકશે)

ચોથી ક્લિપ

કે.પી.ગોસાવી- ભાઈ જવા દો હવે બધા થાકી ગયા છે! આખો સ્ટાફ થાકી ગયો છે અને ગઈકાલથી હું પણ સુતો નથી! મારી હાલત પણ ખરાબ છે. એવરીબડી ઈઝ ટાયર્ડ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં પસંદગીના લોકોને ફસાવવા માટે આવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું

નવાબ મલિક દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ કથિત ઓડિયો ક્લિપ્સમાં એક વાત સ્પષ્ટપણે સમજાય છે કે કિરણ ગોસાવી એક અજાણ્યા વ્યક્તિને કહી રહ્યો છે કે 10માંથી 5 લોકોના નામ જણાવો પરંતુ ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં આવનારા લોકોના ચોક્કસ અને ખાતરીપુર્વકના નામ જણાવો. ગોસાવી એમ પણ કહી રહ્યો છે કે તે ભલે દસ નામ ન આપે, પાંચ જ આપે, પરંતુ તેમની પાસેથી ડ્રગ્સ મળવું જોઈએ. મતલબ કે તેમને પકડ્યા બાદ રિકવરીની કામગીરી આગળ વધારી શકાશે.

એક ક્લિપમાં ગોસાવી પોતાને અધિકારીઓના સીધા સંપર્કમાં હોવાનું જણાવી રહ્યો છે. એટલે કે, તે તે વ્યક્તિને કહી રહ્યો છે કે તે સીધો NCB અધિકારીના સંપર્કમાં છે. જોકે, આ ક્લિપ્સમાં ક્યાંય પણ NCB કે સમીર વાનખેડેનો ઉલ્લેખ નથી. પરંતુ એટલું જરૂર બહાર આવ્યું છે કે ગોસાવી પહેલેથી જ ક્રુઝની ડ્રગ્સ પાર્ટીમાં ભાગ લેવા જઈ રહેલા લોકો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ રીતે, જે લોકો ક્રુઝમાં આવ્યા હતા તેઓને ટ્રેક કરવામાં આવ્યા હતા અને પછી વસુલી માટે ટ્રેપ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Mumbai Local Train: મુંબઈગરાઓ પુછી રહ્યા છે સવાલ, કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ડીજીટલ ટીકીટ ક્યારથી મળશે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">