જો તેમની પત્નીની ધરપકડ કરવામાં આવે તો… નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું

અપક્ષ સાંસદ નવનીત રાણાએ (MP Navneet Rana) ઉદ્ધવ ઠાકરે (Cm Uddhav Thackeray) પર નિશાન સાધતા કહ્યું કે જો તેમની પત્ની રશ્મિની કોઈ ગુના વગર ધરપકડ કરવામાં આવે તો તેમને કેવું લાગશે.

જો તેમની પત્નીની ધરપકડ કરવામાં આવે તો... નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
MP Navneet Rana (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 11:52 PM

મહારાષ્ટ્રના (Maharashtra) અપક્ષ સાંસદ નવનીત રાણાએ (MP Navneet Rana) ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તમારી સત્તા જતી રહે અને કોઈ તમારા ઘરમાં ઘૂસીને રશ્મિની ધરપકડ કરીને જેલમાં ધકેલી દે તો હું પૂછવા માંગુ છું કે તમને કેવું લાગે. જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેના પત્નિનું નામ રશ્મી છે. ઉદ્ધવ ઠાકરેના ઘરની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ નવનીત રાણાની તેમના ધારાસભ્ય પતિ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસો જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળ્યા હતા. તેમના હનુમાન ચાલીસાના પગલાને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું, “જો તમે કોઈ હિન્દુત્વવાદી વ્યક્તિના ઘરની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો આ સૌહાર્દ બગાડવાનું કામ કામ કેવી રીતે થયું.”

તેમણે કહ્યું કે, જો હું કોઈ અન્ય ધર્મનું પાલન કરનારના ઘરની સામે હનુમાન ચાલીસા વાંચું તો હું દોષિત થાઉં. મેં કોઈ નફરતનું કામ કર્યું નથી. જેલ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ત્યાં અત્યાચાર થતો હતો. હું ભારતમાં રહેતી એક મહિલા છું. હનુમાન ચાલીસા વાંચવા માટે મારે જેલમાં જવું પડશે એવું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું.

જેલના દિવસોને યાદ કરીને આપ્યું આ નિવેદન

તેમણે વધુમાં કહ્યું કે હું આખી રાત જેલમાં ઉભી રહી. મને ચટ્ટાઈ પણ આપવામાં આવી ન હતી અને મને પીવાનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું. તે ખૂબ ખરાબ છે કે તેમનામાં એટલી માનવતા પણ નથી. તેમણે કહ્યું કે તેઓ જેલમાં હતા ત્યારે તેના પતિ અને બાળકોનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે મારા બાળકો પૂછશે કે મારી માતા કેમ જેલમાં ગઈ ત્યારે શું જવાબ આપવામાં આવશે. માત્ર હનુમાન ચાલીસા જ આપણને શક્તિ આપે છે. હું રોજ વાંચું છું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

‘આજે તમે રાજ ઠાકરેને મુન્નાભાઈ કહી રહ્યા છો, જો તેમનો જાદુ ચાલશે તો તમે મુશ્કેલીમાં આવી જશો’

ઉદ્ધવ ઠાકરેએ તેમની શનિવારની રેલીમાં રાજ ઠાકરેની તુલના મુન્નાભાઈ સાથે કરી હતી અને કહ્યું હતું કે તેમના મગજમાં પણ કેમિકલ લોચો થઈ ગયો છે. જે રીતે મુન્ના ભાઈને ગાંધીજી સપનામાં આવતા હતા. એવી જ રીતે તેમને બાળાસાહેબ સપનામાં આવી રહ્યા છે. સપનામાં તેઓ પોતાને સમજી રહ્યા છે કે તેઓ બાળાસાહેબ બની ગયા છે. રાજ ઠાકરે પર ઉદ્ધવ ઠાકરેના ભાષણના આ અંશોનો ઉલ્લેખ કરતા નવનીત રાણાએ કહ્યું કે સપના સાચા થાય છે. જેની પાસે સપના જોવાની હિંમત હોય છે, તેઓ તેને સાકાર પણ કરે છે. જો રાજ ઠાકરેનો જાદુ ચાલી ગયો અને તે મુન્નાભાઈની જેમ આ મુન્નાભાઈ પણ સુપરહિટ થઈ ગયા તો ઉદ્ધવજી તમે ફ્લોપ થઈ જશો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">