Navi Mumbai: કસ્ટમ અધિકારીનો મળી આવ્યો મૃતદેહ, CBIએ બુધવારે ભ્રષ્ટાચારના આરોપમાં આ અધિકારી વિરૂદ્ધ નોંધી હતી FIR
મળતી માહિતી મુજબ, મયંક સિંહના ઘરેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે ગંભીર આરોપ લગાવ્યા છે. સુસાઈડ નોટમાં 6 લોકોના નામ છે જેમાં 3 કસ્ટમ ઓફિસર અને અન્ય એક સામેલ છે.

Navi Mumbai: સીબીઆઈએ તાજેતરમાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ મયંક સિંઘ (Mayank Singh) અને અન્યો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યા બાદ તેમના પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું. આ દરમિયાન શનિવારે કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ મયંક સિંહનો મૃતદેહ નવી મુંબઈના તલોજા વિસ્તારમાં એક ખાણમાંથી મળી આવ્યો હતો. તેઓ જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ, રાયગઢના સુપરિન્ટેન્ડેન્ટ હતા. CBIએ બુધવારે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં FIR નોંધી હતી.
મળતી માહિતી મુજબ, મયંક સિંહના ઘરેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે ગંભીર આરોપ લગાવ્યા છે. સુસાઈડ નોટમાં 6 લોકોના નામ છે જેમાં 3 કસ્ટમ ઓફિસર અને અન્ય એક સામેલ છે. પોલીસનું કહેવું છે કે મયંકે ખાણના પાણીમાં પડીને આત્મહત્યા કરી છે. તેમણે જણાવ્યું કે પ્રાથમિક માહિતીના આધારે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Maharashtra: કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ ગણાવશે કોંગ્રેસ, મહારાષ્ટ્રમાં ઉઠાવ્યું આ પગલું
પોલીસે જણાવ્યું કે સુસાઈડ નોટમાં જેમના નામ લેવામાં આવ્યા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, મયંક સિંહની સુસાઈડ નોટમાં કહેવામાં આવ્યું છે કે તેને તમામ 6 લોકો દ્વારા જાણી જોઈને ફસાવી અને ત્રાસ આપવામાં આવ્યો છે. તે જ સમયે, સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે કસ્ટમ્સ સુપરિન્ટેન્ડેન્ટ મયંક સિંહે તેમના વિભાગને 14.5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાની મંજૂરી આપ્યા વિના તેમનો માલ છોડાવવા માટે બે કંપનીઓ પાસેથી લાંચ લીધી હતી. આ કેસમાં બંને કંપનીઓને પણ આરોપી બનાવવામાં આવી હતી.
દંડની ચુકવણી કર્યા વિના માલ છોડાવ્યો
કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રાયગઢમાં જેએનપીટીના બોન્ડેડ વેરહાઉસમાં રાખવામાં આવેલી બે કંપનીઓ પર કસ્ટમ્સે દંડ ફટકાર્યો હતો. પૂછપરછનો સામનો કરી રહેલા આયાતકાર-નિકાસકારો તેમનો માલ બોન્ડેડ વેરહાઉસમાં રાખી શકે છે. સીબીઆઈને જાણવા મળ્યું કે ઘણી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને બોન્ડેડ ગોડાઉનમાં સંગ્રહિત માલ પર દંડ ફટકારવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, બોન્ડ વિભાગના અધિકારીઓ આયાતકાર અને નિકાસકાર સાથે મળીને દંડ ભર્યા વિના માલ છોડે છે.