AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nanded Hospital: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ થવાથી પરિવારે કરી FIR, ડીન અને ડોક્ટર મુશ્કેલીમાં

Nanded Government Hospital News : મહારાષ્ટ્રમાં આવેલી સરકારી નાંદેડ હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. જેમાં 31 દર્દીઓના મૃત્યુને લઈને વહિવટી તંત્રએ કાર્યવાહી કરી છે. તેના ડીન શ્યામ રાવ વાકોડે અને એક ડોક્ટરની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Nanded Hospital: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ થવાથી પરિવારે કરી FIR, ડીન અને ડોક્ટર મુશ્કેલીમાં
Nanded Government Hospital News(file Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 12:06 PM
Share

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની ડો. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં 31 દર્દીઓના મૃત્યુની બાબતમાં ડીન શ્યામરાવ વાકોડે અને હોસ્પિટલના એક ડોક્ટરને IPC 304 અને 34 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. આ જે દર્દીઓના મોત થયા છે, તેમાંથી 16 તો બાળકો હતા. જે પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે તે પરિવારે FIR નોંધાવી છે.

આ પણ વાંચો : Breaking News: મુંબઈના અંધેરીમાં મુકુંદ હોસ્પિટલ પાસે ATM સેન્ટરમાં ભીષણ આગ, કારણ હજુ પણ અકબંધ, જુઓ Video

ICUમાં 24ની ક્ષમતા, પણ સામે 65 દર્દીઓ

PTIની એક ન્યૂઝ પ્રમાણે મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે 11 બાળકોના મૃત્યુ થયા હતા, તે સમયે નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં 24 બેડની કાર્યક્ષમતાના મુકાબલામાં ICUમાં કુલ 65 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સિનિયર ડોક્ટરએ મંગળવારે આ જાણકારી આપી હતી. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે, 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે આ હોસ્પિટલમાં 12 બાળકો સહિત 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ડૉ. કિશોર રાઠોડે વાતને નકારી કાઢી

આ હોસ્પિટલના એક સિનિયર ડૉક્ટરે મંગળવારે PTIને કહ્યું કે, જ્યારે 11 બાળકોના મૃત્યુ થયા હતા, તે સમયે NICUમાં 24 બેડ જ રાખવાની મંજૂરી હતી. પણ તેમાં રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા 65 હતી. નાંદેડ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. કિશોર રાઠોડે આ વાતને નકારી કાઢી હતી કે, બાળકોના મૃત્યુ પાછળ દવાઓની અછત સંભવિત કારણ છે.

ગંભીર સ્થિતિમાં બાળકોનું થયું હતું સ્થાનાંતર

તેમણે વધુમાં ઉમેર્યું કે, “NICUમાં થયેલા 11 મૃત્યુમાંથી, આઠ દર્દીઓ એટલે કે બાળકોને અન્ય હોસ્પિટલોમાંથી મોકલવામાં આવ્યા હતા, જેમને ખૂબ જ ગંભીર સ્થિતિમાં અહીં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. તેનું વજન એક કિલોગ્રામ કરતાં પણ ઓછું હતું.” તેણે કહ્યું કે આ હોસ્પિટલના અન્ય વોર્ડ – પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU) – 31 બેડની ક્ષમતા ધરાવે છે, પરંતુ ”અમે 32 દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.”

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
g clip-path="url(#clip0_868_265)">