Breaking News: મુંબઈના અંધેરીમાં મુકુંદ હોસ્પિટલ પાસે ATM સેન્ટરમાં ભીષણ આગ, કારણ હજુ પણ અકબંધ, જુઓ Video
મુંબઈ અંધેરીમાં મરોલ પાઇપલાઇન બેસ્ટ બસ સ્ટોપ પાસે આગ લાગવાની ઘટના બની હતી. ATM સેન્ટરમાં આ આગ ફાટી હતી. જેને કારણે વ્યાપક વ્યાપક નુકશાન પણ થયું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. મહત્વનુ છે કે આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી નથી શકાયું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Mumbai Fire : મુંબઈ અંધેરીના મરોલમાં મુકુંદ હોસ્પિટલની નજીકમાં ATM સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી, લગભગ 1 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી જેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ એક કલાક સુધી આગને ઓલવવા પ્રયાસ કરવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમ છતાં, આગની ઝપેટમાં આવેલા અનેક એરિયામાં વ્યાપક નુકસાન થયું હતું.
આ પણ વાંચો : Mumbai News : આ ભેંસે ભારે કરી! ખાઈ ગઈ અઢી તોલાનું મંગલસુત્ર, હોસ્પિટલમાં કરવુ પડ્યું ઓપરેશન-Watch Video
આ ઘટના અંધેરીમાં મરોલ પાઇપલાઇન બેસ્ટ બસ સ્ટોપ પાસે બની હતી. જ્યારે આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી નથી શકાયું. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું સામે આવ્યું છે. મહત્વનુ છે કે ભારે જહેમત બાત અગ્નિશામકોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને હાલમાં તમામ વાયરિંગ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
