મહારાષ્ટ્રના નાગપુરમાં એક વ્યક્તિએ એક મહિલાને રસ્તા પર જ માર માર્યો હતો. મહિલાએ પુરુષની કારને ઓવરટેક કરી લીધી હતી. તેનાથી ગુસ્સે થઈને તે વ્યક્તિ તેની કારમાંથી નીચે ઉતર્યો અને મહિલાને માર માર્યો. આ દરમિયાન ત્યાં ઉભેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી અને આ વીડિયો વાયરલ થયો હતો. NCP સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ ઘટના પર સવાલ કર્યા છે.
મહિલાને મારતી વખતે કેટલાક લોકોએ તે પુરુષને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વ્યક્તિ ખૂબ જ આક્રમક બની ગયો અને તેણે મહિલા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. તે પોતાની કારમાંથી નીચે ઉતર્યો અને મહિલાને સીધો થપ્પડ મારવા લગ્યો અને તેના વાળ ખેંચવા લાગ્યો. આ ઘટના શુક્રવારની છે.
શરદ પવારની પાર્ટી NCP ના સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે કોઈ મહિલાને આ રીતે રસ્તાની વચ્ચે કેવી રીતે મારી શકે છે? શું મહારાષ્ટ્રમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી? મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે કે નહીં?
राज्याच्या गृहमंत्र्यांच्या शहरात महिलेला भरचौकात मारहाण करण्यापर्यंत मजल जाते. कायदा सुव्यवस्थेचा धाक या राज्यात आहे की नाही? या राज्यात महिला सुरक्षित आहे का ? या प्रकरणाचा कसून तपास होऊन या व्यक्तीला कठोर शासन झालेच पाहिजे. https://t.co/EG2PlmcB6J
— Supriya Sule (@supriya_sule) March 18, 2023
સુપ્રિયા સુલેએ મરાઠીમાં પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, રાજ્યના ગૃહમંત્રીના શહેરમાં ચાર રસ્તાની વચ્ચે મહિલાને મારવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે કે નહીં? શું આ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે? આ મામલાની ઊંડી તપાસ થવી જોઈએ અને સંબંધિત વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સુપ્રિયા સુલે દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવેલી આ માગ પર શિંદે સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.