થેન્ક્યૂ મોદીજી ! ઈદ પર PM મોદીને મુસ્લિમ મહિલાઓ મોકલશે 11 લાખ પોસ્ટ કાર્ડ, જાણો શું છે કારણ ?

મુંબઈ પ્રમુખ આશિષ શેલાર અને લઘુમતી આયોગના અધ્યક્ષ હાજી અરાફાતના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ મહિલાઓના છ લાખ પોસ્ટકાર્ડ મુંબઈથી દિલ્હી મોકલવામાં આવ્યા છે. દરેક પોસ્ટ કાર્ડ પર મુસ્લિમ મહિલાઓના નામ પણ લખવામાં આવ્યા છે.

થેન્ક્યૂ મોદીજી ! ઈદ પર PM મોદીને મુસ્લિમ મહિલાઓ મોકલશે 11 લાખ પોસ્ટ કાર્ડ, જાણો શું છે કારણ ?
Muslim women will send 11 lakh post cards to PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 12:14 PM

દેશની મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યુ છે. ધન્યવાદ મોદીજી લખેલા પોસ્ટકાર્ડમાં ટ્રિપલ તલાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી તેમને ફાયદો થયો છે. આ પોસ્ટકાર્ડ દ્વારા મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન મોદીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ માને છે કે પીએમ મોદીએ ટ્રિપલ તલાક પર બનાવેલા કાયદાએ મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવી અને તેમનું જીવન સુરક્ષિત બનાવ્યું. આમાં કોરોના સમયગાળા દરમિયાન મફત રાશન, સારવાર અને દવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મહિલાઓએ લઘુમતી આયોગના અધ્યક્ષ હાજી અરાફાત શેખના ઘરે 5 લાખ પોસ્ટ કાર્ડ મોકલ્યા છે. આ સિવાય 6 લાખ વધુ પોસ્ટ કાર્ડ આવવાના છે. હાજી અરાફાત શેખે કહ્યું કે ઈદના દિવસે 11 લાખ મુસ્લિમ મહિલાઓના પોસ્ટ કાર્ડ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે.

દરેક પોસ્ટ કાર્ડ પર મુસ્લિમ મહિલાઓનું નામ

મુંબઈ પ્રમુખ આશિષ શેલાર અને લઘુમતી આયોગના અધ્યક્ષ હાજી અરાફાતના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ મહિલાઓના છ લાખ પોસ્ટકાર્ડ મુંબઈથી દિલ્હી મોકલવામાં આવ્યા છે. દરેક પોસ્ટ કાર્ડ પર મુસ્લિમ મહિલાઓના નામ અને તેમના મોબાઈલ નંબર પણ લખેલા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મુસ્લિમ મહિલાઓએ પીએમનો માન્યો આભાર

હાજી અરાફાત મુસ્લિમ મહિલાઓનું આ પોસ્ટ કાર્ડ ઈદ પર પીએમ મોદીને મોકલશે. લઘુમતી આયોગના અધ્યક્ષ હાજી અરફત અને મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલારના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ મહિલાઓએ છ લાખથી વધુ પોસ્ટકાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક યુ લખ્યું છે.

મુસ્લિમ સમાજની મહિલા પીએમની ચાહક

મુસ્લિમ સમાજ માટે ટ્રિપલ તલાક કાયદો બનાવવા, કોરોના રોગચાળા દરમિયાન રાશન અને તબીબી સહાય પૂરી પાડવા તેમજ દીકરીઓને ભણાવવા સહિતની અનેક વિકાસ યોજનાઓ શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક બની ગયા છે. આ વાત ભાજપના નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ હાજી અરાફાત શેખે કહી હતી. અરાફાત શેખે વડાપ્રધાનના કામો સંદર્ભે અભિયાન ચલાવ્યું હતું. આ જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સમાજના 11 લાખ લોકોએ પોસ્ટકાર્ડ પર પોતાનો સંદેશ લખીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. મુસ્લિમ સમુદાયની લગભગ 6 લાખ મહિલાઓએ વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો.

એક મહિનામાં પોસ્ટ કાર્ડ એકત્રિત કરાયા

શેખે જણાવ્યું કે વડાપ્રધાન મોદીનો આભાર માનવા માટે એક મહિનાથી પોસ્ટ કાર્ડ એકત્ર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમની પાસે 6 લાખ પોસ્ટકાર્ડ જમા થયા છે, જ્યારે અન્ય સમાજના લોકો પાસેથી પાંચ લાખ પોસ્ટકાર્ડ મળ્યા છે. રિક્ષાચાલકો, ટેક્સી ડ્રાઇવરો, હોકર્સ સાથે અન્ય મજૂરોએ પણ પત્રો મોકલ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">