Cruise Drug Case: મુનમુન ધમિચાના વકીલે કોર્ટને કહ્યું- મારા ક્લાયન્ટ પાસેથી નથી મળ્યું ડ્રગ્સ તો તે જેલમાં કેમ છે?

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 7:45 PM

અલી કાશીફ ખાને કહ્યું કે ડેસ્કના ખૂણેથી સર્ચ દરમિયાન પ્લાસ્ટિકનું પેકેટ મળી આવ્યું હતું. પંચનામામાં એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે મુનમુનના રૂમની તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું, પરંતુ અન્ય આરોપીના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

Cruise Drug Case: મુનમુન ધમિચાના વકીલે કોર્ટને કહ્યું- મારા ક્લાયન્ટ પાસેથી નથી મળ્યું ડ્રગ્સ તો તે જેલમાં કેમ છે?
Munmun Dhamicha

ક્રૂઝ ડ્રગ કેસમાં (Cruise Drug Case) આર્યન ખાન (Aryan Khan) સહિત ત્રણેય આરોપીઓની બુધવારે જામીન પર સુનાવણી થઈ હતી. આ કેસમાં એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો ઉલ્લેખ કર્યો હતો અને જામીનનો વિરોધ કર્યો હતો.

NCB તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને છોડવામાં આવે તો તપાસને અસર થઈ શકે છે. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામિચાના જામીનની સુનાવણી કોર્ટમાં ચાલી હતી. લાંબી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય લીધો કે કેસની સુનાવણી ગુરુવારે પણ ચાલુ રહેશે.

સુનાવણી દરમિયાન મુનમુનના વકીલ અલી કાશીફ ખાને કહ્યું કે ડેસ્કના ખૂણેથી સર્ચ દરમિયાન પ્લાસ્ટિકનું પેકેટ મળી આવ્યું હતું. પંચનામામાં એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે મુનમુનના રૂમની તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું, પરંતુ અન્ય આરોપીના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

મુનમુનના વકીલે કહ્યું કે મારી અસીલ ફેશન મોડલ છે. તેને ક્રૂઝ પર તેના કામ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બલદેવ નામની વ્યક્તિએ મારા અસીલને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. મારા ક્લાયન્ટના ક્રુઝમાં ચઢ્યાના બે મિનિટ પછી ત્યાં તપાસ શરૂ થઈ. તેના રૂમના એક ખૂણામાંથી એક પેકેટ મળી આવ્યું હતું. પંચનામાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પંચનામામાં કહેવામાં આવ્યું છે કે મુનમુન સાથે વધુ બે લોકો હતા, તે બંનેને આરોપી બનાવવામાં આવ્યા નથી.

મારી ક્લાયન્ટ જેલમાં શા માટે છે?

અલી કાશીફ ખાને કહ્યું કે ડેસ્કના ખૂણેથી સર્ચ દરમિયાન પ્લાસ્ટિકનું પેકેટ મળી આવ્યું હતું. પંચનામામાં એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે મુનમુનના રૂમની તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું, પરંતુ અન્ય આરોપીના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. હું જાણવા માંગુ છું કે મારા અસીલ જેલમાં શા માટે છે ?  જ્યારે મારી ક્લાયન્ટ તેને ઓળખતી પણ નથી જેની પાસેથી ડ્રગ મળ્યું છે.

અરબાઝ અને આર્યન સાથે કોઈ સંબંધ નથી

મુનમુનના વકીલે કોર્ટને જણાવ્યું કે તેના ક્લાયન્ટનો અરબાઝ અને આર્યન સાથે કોઈ સંબંધ નથી, છતાં તેમની સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધરપકડ મેમો મુજબ મારા અસીલની જે આધાર પર ધરપકડ કરવામાં આવી છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. તે કોઈ સેલિબ્રિટી નથી. એનસીબીના જવાબમાં પણ તમામ આરોપો આર્યન અને અરબાઝ પર છે.

એનસીબીનું કહેવું છે કે મારા ક્લાયન્ટ પાસેથી પાંચ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે પહેલા પંચનામામાં એમ કહેવામાં આવ્યું હતું કે તેના રૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBના આરોપોનો મારા ક્લાયન્ટ સાથે કોઈ સંબંધ નથી. જો મારા ક્લાયન્ટના રૂમમાં કંઈપણ મળી આવે તો બલદેવની પૂછપરછ કરવી જોઈએ કારણ કે રૂમ બુક તેમણે કરાવ્યો હતો.

આ પણ વાંચો :  Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati