Maharashtra : વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં CM ઉદ્ધવની ગેરહાજરીને લઈને રાજકારણ ગરમાયુ, અજીત પવારે વિપક્ષ પર કર્યા પ્રહાર
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યુ કે, નાતંદુરસ્ત તબિયતના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્રમો અને સભાઓમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ હાજરી આપી ન હતી.
Maharashtra : PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ગુરુવારે દેશમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરવા અને તેનાથી સંબંધિત પગલાં અંગે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) ગેરહાજર રહ્યા હતા. જેને લઈને તેના પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. ત્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
મુખ્યમંત્રીની ગેરહાજરી પર વિપક્ષ આકરા પાણીએ
તેણે કહ્યુ કે, નાતંદુરસ્ત તબિયતના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્રમો અને સભાઓમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ હાજરી આપી ન હતી. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીની આ સતત ગેરહાજરી પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યા છે.
મુખ્યમંત્રીની ગેરહાજરી પર રાજનીતિ ન કરો
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું, ‘મીટિંગમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી પર રાજકારણ કરવા અથવા ટિપ્પણી કરવાનું કોઈ કારણ નથી. રાજ્યના લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવી એ મુખ્ય પ્રધાનનુ કામ છે. તેમની ટીમમાં સાથીદાર હોવાને કારણે હું અને દરેક જણ યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા જાણીતા ડોક્ટર્સ આ તમામ બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી પણ રોજેરોજ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેથી આ મુદ્દે રાજકારણ કરવાનું કોઈ કારણ નથી.અજિત પવારે વધુમાં કહ્યુ કે, દરેક વખતે મીટિંગમાં તેઓ હાજર રહે તે જરૂરી નથી.
રાજ્ય સરકારે વેક્સિનની કરી માંગ
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, સીતારામ કુંટે અને દિલીપ ચક્રવર્તી હાજર હતા. આ બેઠકમાં તેમણે રાજ્યમાં રસીકરણના અભાવની સમસ્યા રજૂ કરી હતી. રસીકરણ કેન્દ્રોમાં 15 થી 18 વર્ષની વયજૂથની કિશોરીઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પરંતુ રસીનો પૂરતો જથ્થો ન હોવાને કારણે હાલ સમસ્યા સર્જાઈ રહી છે,જેથી કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરવામાં આવી હતી. આ સાથે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝની ઉપલબ્ધતા વધારવાની પણ માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Goa Election 2022: કોંગ્રેસે શિવસેનાનો સાથ છોડ્યો ! શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યુ મોટુ નિવેદન