મુંબઈ પોલીસે મહિલા સુરક્ષા પર કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ
મુંબઈ પોલીસના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘Respect word that sounds even better when practiced’
મુંબઈ પોલીસ (Mumbai Police) પોતાના સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ પર રસપ્રદ પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે. મુંબઈ પોલીસની તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઘણી રોચક હોય છે. આ ક્રિએટીવ પોસ્ટ દ્વારા મુંબઈ પોલીસ લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આાપે છે. તેમની પોસ્ટ હંમેશા લોકોને પ્રભાવિત કરવાનું કામ કરે છે. મુંબઈ પોલીસની આ પોસ્ટ લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર છે.
ત્યારે ફરી એક વખત મુંબઈ પોલીસની એક પોસ્ટ ચર્ચામાં છે. મુંબઈ પોલીસના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘Respect word that sounds even better when practiced’ ત્યારબાદ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. તેની સાથે પોસ્ટના બેકગ્રાઉન્ડમાં એક મ્યૂઝિક પણ વાગી રહ્યું છે.
જુઓ મુંબઈ પોલીસની પોસ્ટ
View this post on Instagram
મુંબઈ પોલીસની આ પોસ્ટમાં અરેથા ફ્રેંકલિન (Aretha Franklin)નું ગીત Respect વાગી રહ્યું હતું. તે સિવાય વીડિયોમાં બોલ્ડ અને સફેદ અક્ષરોમાં આ શબ્દ લખ્યો હતો. આ પોસ્ટ મુંબઈ પોલીસે મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવી હતી અને મુંબઈવાસીઓને નીડર રહેવાનો અનુરોધ કર્યો. આ પોસ્ટમાં મુંબઈ પોલીસે કેપ્શનમાં લખ્યું હતું ‘જણાવો આનો શું મતલબ છે, તેની પ્રેક્ટિસ કરો’ સારૂ લાગશે.
આ પોસ્ટને સોશિયલ મીડિયા પર 31 હજારથી વધારે વખત જોઈ ચૂકાઈ છે. ઘણા યૂઝર્સે મુંબઈ પોલીસના આ પ્રયત્નના ખુબ વખાણ કર્યા છે. ઘણા યૂઝર્સ ઈમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું મુંબઈ પોલીસ કમાલ છે. ત્યારે બીજા એક યૂઝર્સે કમેન્ટ કરી કે તમામ લોકોએ મહિલાઓની ઈજ્જત કરવી જોઈએ, Respect ગીતને જાણીતી સિંગર અરેથા ફ્રેંકલિને વર્ષ 1967માં ગાયું હતું.
આ પણ વાંચો: KBC 13: અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કુલી’ના આ દ્રશ્યનું રહસ્ય ઉજાગર કર્યું, તમેને પણ જાણીને થશે આશ્ચર્ય
આ પણ વાંચો: જાણો અભિનેત્રી સમંથાની માયાનગરી મુંબઈમાં પગ મુકવા માટે શું છે નવી તૈયારી? ટીમને કરી તૈનાત