જાણો અભિનેત્રી સમંથાની માયાનગરી મુંબઈમાં પગ મુકવા માટે શું છે નવી તૈયારી? ટીમને કરી તૈનાત

સમંથા પોતાનું તમામ ટેન્શન દુર કરીને પોતાના કરિયર પર ફોક્સ કરવા માટે તૈયાર છે અને તેમનું આગામી પગલુ બોલીવુડ તરફ છે. જેના માટે તેમને પોતાની ટીમને એક ખાસ કામ કરવા માટે લગાડી દીધી છે.

જાણો અભિનેત્રી સમંથાની માયાનગરી મુંબઈમાં પગ મુકવા માટે શું છે નવી તૈયારી? ટીમને કરી તૈનાત
Samantha Akkineni (File Image)

સાઉથની જાણીતી અભિનેત્રી સમંથા પ્રભુ (Samantha Ruth Prabhu)એ તાજેત્તરમાં જ પોતાના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)ની સાથે છુટાછેડાની સત્તાવારની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમના ફેન્સ ઘણા દુ:ખી છે.

ત્યારે હવે સમંથા પોતાનું તમામ ટેન્શન દુર કરીને પોતાના કરિયર પર ફોક્સ કરવા માટે તૈયાર છે અને તેમનું આગામી પગલુ બોલીવુડ તરફ છે. જેના માટે તેમને પોતાની ટીમને એક ખાસ કામ કરવા માટે લગાડી દીધી છે.

મુંબઈમાં શોધી રહી છે ઘર

એક અહેવાલ મુજબ અભિનેત્રીએ પોતાની ટીમને મુંબઈમાં ઘર શોધવા કામે લગાડી દીધી છે. તે હંમેશા માટે તો શિફ્ટ નહીં થાય પણ જણાવવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદ અને મુંબઈની વચ્ચે કામ માટે કોઈ મુશ્કેલી વગર મુંબઈના ઘરમાં રહી શકે, જેનાથી તેમને રહેવા માટે વારંવાર હોટલની જરૂર નહીં પડે, હવે તે બોલિવુડમાં પગ મુકવા માટે તૈયાર છે, ત્યારે તે મુંબઈમાં પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે.

વેબ સિરિઝ ધ ફેમિલી મેન-2 બાદ મળી સફળતા

તમામ લોકો જાણે છે કે વેબસિરિઝ ધ ફેમિલી મેન-2ની સફળતા બાદ સમંથા માટે બોલિવુડમાંથી ઘણી મોટી ઓફર આવી છે. તેમના કામની પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે, ત્યારે અભિનેત્રી પણ ટોલીવુડ બાદ હવે બોલિવુડની અભિનેત્રીઓને ટક્કર આપવા માટે મન બનાવી રહી છે.

 

મુંબઈ શિફ્ટ થવા માટે આપી ચૂકી છે નિવેદન

થોડા સમય પહેલા જ સમંથાના મુંબઈ શિફ્ટ થવાના સમાચારે જોર પકડ્યુ હતું, જેની પર અભિનેત્રીએ કહ્યું હતું કે તેમનો કોઈ વિચાર નથી કે તે મુંબઈમાં શિફ્ટ થાય. તેમનું ઘર હૈદરાબાદમાં છે અને તે ત્યાં ખુશ છે પણ હવે ફરી તે મુંબઈમાં ઘર શોધવાને લઈ લાઈમલાઈટમાં આવી છે. તેનાથી લાગી રહ્યું છે કે હવે અભિનેત્રીએ પોતાનું મન બદલી લીધું છે અને મુંબઈમાં ઘર શોધવાનું શરૂ કરી દીધું છે.

 

હાલમાં આ બાબતે અભિનેત્રીનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી, પોતાના વ્યક્તિગત જીવન સિવાય સમંથા પોતાની આવનારી તેલુગુ ફિલ્મ શાકુંતલમને લઈને પણ ચર્ચામાં છે. સમંથા પ્રથમ વખત કોઈ માઈથોલોજીકલ ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં તે રાણી શકુંતલાના પાત્રમાં જોવા મળશે.

 

આ પણ વાંચો: Aryan Khan drugs case : આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવાઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati