મુંબઈ પોલીસની રાજ ઠાકરેને નોટિસ, મસ્જિદોમાં લાઉડ સ્પીકરો સામે હનુમાન ચાલીસાના કાર્યક્રમને લઈ કલમ 149 હેઠળ કાર્યવાહી

Loudspeaker Row: આ નોટિસ CrPCની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક કાર્યવાહી (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ મોકલી છે.

મુંબઈ પોલીસની રાજ ઠાકરેને નોટિસ, મસ્જિદોમાં લાઉડ સ્પીકરો સામે હનુમાન ચાલીસાના કાર્યક્રમને લઈ કલમ 149 હેઠળ કાર્યવાહી
Raj ThackerayImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 11:26 PM

મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPCની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક કાર્યવાહી (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ મોકલી છે. આ નોટિસ હેઠળ સંબંધિત વ્યક્તિને એવું કોઈ કામ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા અને શાંતિમાં ખલેલ પહોંચે, નહીં તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવે છે. રાજ ઠાકરેએ મંગળવારે સાંજે પોતાના અલ્ટીમેટમને વળગી રહેતાં દેશભરના હિંદુઓને અપીલ કરી હતી કે આવતીકાલથી (4 મે, બુધવાર) જ્યાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loudspeaker) પર અઝાન સંભળાય છે, ત્યાં બેવડા અવાજમાં હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરો.

રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 3 મે પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ જગ્યાએ બેવડા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ પછી 3 મેના રોજ સાંજે રાજ ઠાકરેએ જાહેરાત કરી કે આવતીકાલથી મસ્જિદોમાં લાઉડસ્પીકરથી જ્યાં પણ અઝાન સંભળાય છે, ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ ડબલ અવાજમાં કરવામાં આવશે. આ પછી મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ, CrPCની કલમ 149 હેઠળ, રાજ ઠાકરે પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી અને નોટિસ આપી. એટલે કે કાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો રાજ ઠાકરેએ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ પહેલા પણ રાજ ઠાકરે સામે નોંધાયો કેસ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં ભડકાઉ ભાષણને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્ટેશનમાં (Aurangabad Police) કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં તેમના અલ્ટીમેટમનો પુનરોચ્ચાર કર્યો હતો કે જો ત્રણ તારીખ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ ઠાકરેને સભા આયોજિત કરતા પહેલા પરવાનગી આપતી વખતે જે 16 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમાંથી 12 શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મનસે નેતા અવિનાશ જાધવે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે આની પહેલાથી આશંકા હતી. રાજ ઠાકરેની ધરપકડની તૈયારીમાં આ પહેલું પગલું છે.

Latest News Updates

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">