AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓરંગબાદની સભા બાદ રાજ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે, ભાષણની તપાસ બાદ નોંધાઈ શકે છે કેસ

રવિવારે મનસે ચીફે કહ્યું કે, તેઓ 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા પર મક્કમ છે. તેમણે એમ પણ કહ્યું કે આવું નહી થવા પર તમામ હિન્દુઓ આ ધાર્મિક સ્થળોની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે.

ઓરંગબાદની સભા બાદ રાજ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે, ભાષણની તપાસ બાદ નોંધાઈ શકે છે કેસ
MNS Chief Raj Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 2:56 PM
Share

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર (Maharashtra) દિવસ નિમિત્તે ઔરંગાબાદમાં જાહેર સભાને સંબોધી હતી. રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકરો (Loudspeaker Controversy) હટાવવા માટે 3જી તારીખનું અલ્ટીમેટમ આપ્યું છે, ત્યારબાદ આ સભામાં રાજ ઠાકરે શું કહેશે તેના પર સૌની નજર ટકેલી છે. રાજ ઠાકરેની આ રેલીને સ્થાનિક પોલીસે કેટલીક શરતો સાથે મંજૂરી આપી હતી. જો કે, આ સભા પૂરી થયા બાદ હવે ઔરંગાબાદ પોલીસ રાજ ઠાકરેના ભાષણની તપાસ કરશે અને જો પોલીસ દ્વારા આપવામાં આવેલી કોઈપણ શરતોનો ભંગ થયો હશે તો પોલીસ તેના પર કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત શહેર પોલીસને જાહેર સભા અંગેનો અહેવાલ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને સોંપવા પણ કહેવામાં આવ્યું છે.

પોતાની વાત પર અડગ છે રાજ ઠાકરે

રવિવારે, મનસે પ્રમુખે કહ્યું કે તેઓ 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા પર મક્કમ છે. તેમણે એમ પણ કહ્યું કે આમ ન થવા તમામ હિન્દુઓ આ ધાર્મિક સ્થળોની બહાર હનુમાન ચાલીસા વગાડશે. તેમણે કહ્યું કે જો ઉત્તર પ્રદેશ સરકાર લાઉડસ્પીકર હટાવી શકે છે તો મહારાષ્ટ્ર સરકારને શું રોકી રહ્યું છે. ઠાકરેએ કહ્યું, “મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની 3 મેની સમય મર્યાદા પછી શું થશે તેના માટે હું જવાબદાર નથી.”

તેમણે કહ્યું, ‘જો તેઓ આ રીતે નહીં સમજે તો અમે તેમને મહારાષ્ટ્રની શક્તિ બતાવીશું’. તેમણે કહ્યું કે, “તમામ લાઉડસ્પીકર (મસ્જિદો ઉપર લગાવેલા) ગેરકાયદેસર છે. શું આ કોન્સર્ટ છે, જો આટલા બધા લાઉડસ્પીકરનો ઉપયોગ થઈ રહ્યો છે?’ મંગળવારે મનસે પ્રભાદેવીમાં સાંજે 6.30 વાગ્યે મહા આરતી કરશે. આ કાર્યક્રમનું નેતૃત્વ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે કરશે.

ઠાકરેની સભા માટે આ હતી શરતો

1 મેના રોજ સાંજે 4.30 થી 9.45 દરમિયાન જાહેર સભા યોજી શકાશે, આયોજન સ્થળ અને સમય બદલી શકાશે નહીં, કાર્યક્રમમાં ભાગ લેનાર નાગરિકોએ શિસ્તબદ્ધ રહેવું પડશે, સભા દરમિયાન કે પછી કોઈપણ પ્રકારના વાંધાજનક સૂત્રોચ્ચાર, હુલ્લડ અથવા ગેરવર્તણૂક થવી જોઈએ નહીં, કાર્યક્રમમાં ભાગ લેનારા વાહનોએ પોલીસ દ્વારા નક્કી કરાયેલા રસ્તાઓનું પાલન કરવાનું રહેશે અને લેન બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ વાહનોએ શહેરમાં પ્રવેશતી વખતે નિયત ગતિ મર્યાદાનું પાલન કરવાનું રહેશે, આયોજન સ્થળ પર વધુમાં વધુ 15,000 લોકો હાજર રહી શકશે, વધુ લોકોને આમંત્રિત કરવાથી જે અસુવિધા થશે તેની જવાબદારી આયોજકોની રહેશે, ઈવેન્ટ દરમિયાન આર્મ્સ એક્ટનું ઉલ્લંઘન ન થવું જોઈએ, ઈવેન્ટ દરમિયાન કોઈ શસ્ત્રો, તલવારો, વિસ્ફોટકો પ્રદર્શિત કરવા જોઈએ નહીં, કોઈપણ વ્યક્તિ અથવા સમુદાયનું અપમાન કરશો નહીં, લાઉડસ્પીકરના ઉપયોગથી વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન ન થવો જોઈએ. હવે પોલીસ તપાસ કરશે કે આમાંથી કઈ કઈ શરતોનું ઉલ્લંઘન થયુ છે અને શરતનું ઉલ્લંઘન થવા પર આગળની કાર્યવાહી કરશે.

વિપક્ષે પણ કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ શર્મા મેનને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ઠાકરેના નિવેદન અંગે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. આ સિવાય ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે સરકારે ઠાકરેની ભાષા પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો :  ગરમીએ રેકોર્ડ તોડ્યો : મહારાષ્ટ્રમાં જીવલેણ ગરમીના કારણે 25 લોકોના મોત, 6 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">