Mumbai News : આ ભેંસે ભારે કરી! ખાઈ ગઈ અઢી તોલાનું મંગલસુત્ર, હોસ્પિટલમાં કરવુ પડ્યું ઓપરેશન-Watch Video
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ભેંસ અકસ્માતે મંગળસૂત્ર ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેટરનરી ઓફિસરે ઓપરેશન કરીને ભેંસના પેટમાંથી અઢી તોલા સોનાનું મંગલસૂત્ર કાઢી લીધું હતું, જેની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા છે.
વાશિમ જિલ્લાના સરસી ગામના રામહરી નામના ખેડૂતની પત્ની ન્હાવા જતાં પોતાનું મંગલસૂત્ર એક થાળીમાં રાખ્યું, જેમાં સોયાબીન અને મગની શીંગોની છાલ હતી. મંગલસૂત્ર છાલની વચ્ચે છુપાયેલું રહી ગયું. ન્હાઈને પરત આવતાં ખેડૂતની પત્નીએ આ છાલવાળી થાળી ભેંસની સામે ધરી દીધી અને ઘરનાં કામો કરવા લાગ્યાં.
આ પણ વાંચો : Mumbai News : મુંબઈ જવુ થયું મોંઘું, MNSના વિરોધે ટોલ દરમાં વધારો કર્યો, કેટલો ખર્ચ થશે?
મહિલા મંગળસૂત્ર થાળીમાં જ ભૂલી ગઈ
દોઢથી બે કલાક પછી તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે તેના ગળામાં મંગળસૂત્ર નથી. લાંબા સમય સુધી શોધ્યા પછી તેને યાદ આવ્યું કે તેણે થાળીમાં મંગળસૂત્ર રાખ્યું હતું. તે દોડીને ભેંસ પાસે ગઈ અને જોયું કે ભેંસ છાલ ખાઈ રહી હતી અને થાળી ખાલી હતી. તેણે તરત જ તેના પતિને આ વાત જણાવી. ખેડૂત રામહરી ભોયરે વાશિમના વેટરનરી ઓફિસર બાલાસાહેબ કૌંડાનેને ફોન પર જણાવ્યું હતું. ડૉક્ટરે ભેંસને વાશીમ લઈ આવવા કહ્યું.
ઘણી જહેમત બાદ કાઢ્યું મંગળસૂત્ર
ખેડૂત રામહરી તેની ભેંસ લઈને વાશીમની પશુપાલન કચેરીએ પહોંચ્યા હતા. ડોક્ટરે મેટલ ડિટેક્ટર વડે ભેંસના પેટની તપાસ કરી તો પેટમાં કંઈક હોવાનું જણાયું હતું. બીજા દિવસે ભેંસના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
વેટરનરી ઓફિસર ડો.બાલાસાહેબ કૌંડાનેએ જણાવ્યું હતું કે, 65 ટાંકાનું આ ઓપરેશન બેથી અઢી કલાક ચાલ્યું હતું અને ભેંસના પેટમાંથી સોનાનું મંગળસૂત્ર કાઢવામાં આવ્યું હતું.