Mehsana Video: કડીના એક કાર્યક્રમમાં નીતિન પટેલે રાજકારણની પદ્ધતિ જણાવી, કહ્યુ-અમારા રાજકારણમાં એમ હોય છે કે હું એકલો જ આગળ આવું

Mehsana Video: કડીના એક કાર્યક્રમમાં નીતિન પટેલે રાજકારણની પદ્ધતિ જણાવી, કહ્યુ-અમારા રાજકારણમાં એમ હોય છે કે હું એકલો જ આગળ આવું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 2:18 PM

નીતિન પટેલે આગળ જણાવ્યુ કે, જો કે અહીં તો આયોજકે સ્ટેજ પર બેસેલા તમામ લોકોનું અન્ય સાથી કાર્યકરો પાસે સન્માન કરાવ્યું. જેથી અહીં હું એકલો નહીં પણ બધા આગળ આવે તેવી ઉમદા ભાવનાના દર્શન થયા. જે બદલ હું કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવું છું. રક્તદાન શિબિર બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમને સંબોધતા નીતિન પટેલે ઉપસ્થિત લોકોને રાજકારણની પદ્ધતિ જણાવી. 

Mehsana : મહેસાણાના કડીમાં એક કાર્યક્રમને સંબોધતા પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે (Nitin Patel) રાજકારણની વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતુ.  નીતિન પટેલે કહ્યું અમારા રાજકારણમાં તો એવું હોય કે હું એકલો જ આગળ આવું, મારા જ ફોટા પડે અને બીજાને દેખાવા જ નહીં દેવાના.

આ પણ વાંચો-Ahmedabad : વસ્ત્રાલમાં સૂર્યમ ગ્રીન્સ એપાર્ટમેન્ટ નજીક પડ્યો ભૂવો, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, જુઓ Video

નીતિન પટેલે આગળ જણાવ્યુ કે, જો કે અહીં તો આયોજકે સ્ટેજ પર બેસેલા તમામ લોકોનું અન્ય સાથી કાર્યકરો પાસે સન્માન કરાવ્યું. જેથી અહીં હું એકલો નહીં પણ બધા આગળ આવે તેવી ઉમદા ભાવનાના દર્શન થયા. જે બદલ હું કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવું છું. રક્તદાન શિબિર બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમને સંબોધતા નીતિન પટેલે ઉપસ્થિત લોકોને રાજકારણની પદ્ધતિ જણાવી.

નીતિન પટેલે મંચ પરથી સંબોધતા રાજકીય મોરચે પોતાને મળેલી સફળતાનો શ્રેય હજારો લોકો અને પક્ષના સમર્પિત કાર્યકરોને આપ્યો. નીતિન પટેલે કહ્યું તમારા જેવા હજારો લોકોએ મદદ કરી,ત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે સૌની ફરજ છે.  2006માં નીતિન પટેલના માર્ગદર્શનથી સ્થપાયેલી સરદાર યુવક મંડળ સંસ્થાનો કાર્યક્રમ હતો. જેમાં 2500થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">