Maharashtra Drug news : મહારાષ્ટ્રના ડ્રગ્સ કેસનું કનેક્શન છેક ગુજરાત સુધી લંબાયુ, મોટી માત્રામાં મળ્યો જથ્થો
Maharashtra Drug news : મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાં દરિયા કિનારેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસનું કનેક્શન છેક ગુજરાત સુધી લંબાયું છે. રત્નાગીરી દરિયામાં ગુજરાતથી ડ્રગ્સ તણાઇને આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Maharashtra Drug news : મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાં દરિયા કિનારેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસનું કનેક્શન છેક ગુજરાત સુધી લંબાયું છે. રત્નાગીરી દરિયામાં ગુજરાતથી ડ્રગ્સ તણાઇને આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રત્નાગીરીના SPએ દાવો કર્યો છે કે, ગુજરાતના દરિયા કિનારેથી આ ડ્રગ્સ તણાઇને આવ્યું હોઇ શકે છે. ગુજરાતમાં પણ તપાસ કરવામાં આવે તો દરિયા કિનારેથી પણ ડ્રગ્સના પેકેટ મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: ડ્રગ્સ કેસ મામલે ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની કરી ધરપકડ, કરોડો રુપિયાનું ડ્રગ્સ મોકલી ચુક્યા છે વિદેશમાં
જો કે એસપીએ ગુજરાત પોલીસને આ અંગે જાણકારી આપી છે. હાલ ગુજરાત એટીએસ સાથે સંપર્ક સાધી તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે રત્નાગીરીના દરિયા કાંઠેથી શંકાસ્પદ હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યાં હતા. જેથી પોલીસ દોડતી થઇ હતી અને શંકાસ્પદ પેકેટનો કબજો લઇ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પેકેટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત કચ્છના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ મળ્યા હોવાના સમાચાર આવતા રહે છે. કચ્છમાં ઘણા દિવસોથી નશાકારક પદાર્થ (Narcotics) મળી આવવાના કેસો વધી રહ્યા છે. થોડાં સમય પહેલાં જ જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરશે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
