AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ડ્રગ્સ કેસ મામલે ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની કરી ધરપકડ, કરોડો રુપિયાનું ડ્રગ્સ મોકલી ચુક્યા છે વિદેશમાં

વર્ષ 2020માં રાજસ્થાનની પુષ્કર પોલીસે 260 કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ ઈન્જેક્શન કેસમાં આરોપી સંજય વૈષ્ણની ધરપકડ કરી હતી. જેથી આરોપી સંજય પુષ્કરમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની આંશકાને લઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પુષ્કરમાં તપાસ અર્થે લઈ જવામાં આવશે.

Ahmedabad: ડ્રગ્સ કેસ મામલે ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની કરી ધરપકડ, કરોડો રુપિયાનું ડ્રગ્સ મોકલી ચુક્યા છે વિદેશમાં
Ahmedabad: Crime Branch arrests one more accused in drug case
Mihir Soni
| Edited By: | Updated on: May 16, 2022 | 11:00 PM
Share

ડ્રગ્સ (Drugs) કેસ મામલે વધુ એક આરોપીની ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને (Ahmedabad Crime Branch) વધુ એક સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં (Drug Case) વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી હેરાફેરી કરનાર મુખ્ય કેરિયર તરીકે કામ કરતો આરોપી સંજય વૈષ્ણને ક્રાઈમ બ્રાંચે પકડ્યો છે. 5 મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ વિદેશ પાર્સલ થકી પહોંચ્યુ હોવાનો મોટો ખુલાસો થયો છે. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ સોનુ ગોયલ અને સંજય વૈષ્ણ કરોડો રુપિયાનું ડ્રગ્સ વિદેશ મોકલી ચુક્યા છે. રાજસ્થાનના પુષ્કરમાં રહેતા બંન્ને આરોપીઓ ડ્ર્ગ્સ હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચે પકડેલા 2.95 કરોડના કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થાને પાર્સલ થકી વિદેશ મોકલનાર સોનુ ગોયલની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે સોનુ ગોયલને ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા માટે સંજય વૈષ્ણ પૈસા આપતો હતો. જેના બદલામાં એક પાર્સલ કરવાના 20 હજાર રૂપિયા આપતો હોવાનું સામે આવ્યુ છે. ડ્ર્ગ્સના પાર્સલમાં કોઈને શંકા ન જાય તે માટે કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલતા હતા.

પકડાયેલ આરોપી સંજય વૈષ્ણની પુછપરછ કરતા સામે આવ્યુ કે રાજસ્થાનનો એક અજાણ્યો શખ્સ ડ્રગ્સનો જથ્થો સંજયને યુ.એસ.એમાં પાર્સલ કરવા આપતા હતા. જે એક પાર્સલના 30 હજાર રૂપિયા સંજય વૈષ્ણને આપવામાં આવતા હતા. આરોપી સંજય ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા તેના મિત્ર સોનુંને આપતો હતો. જે સોનુ ગોયલ પાર્સલને ડ્રગ્સને યોગ્ય રીતે પેકિંગ કરીને રાજસ્થાનથી નવસારી અને નવસારીથી મુંબઈ થકી યુ.એસ.એમાં પહોંચાડતો હતો. જેના 20 હજાર રૂપિયા સંજય સોનુને આપતો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપીઓ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાંચ વખત પાર્સલ થકી યુ.એસ.એમાં મોકલી ચુક્યા છે.

વર્ષ 2020માં રાજસ્થાનની પુષ્કર પોલીસે 260 કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ ઈન્જેક્શન કેસમાં આરોપી સંજય વૈષ્ણની ધરપકડ કરી હતી. જેથી આરોપી સંજય પુષ્કરમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની આંશકાને લઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પુષ્કરમાં તપાસ અર્થે લઈ જવામાં આવશે. ત્યારે અત્યાર સુધી કેટલા પાર્સલ બંને આરોપીઓએ મોકલ્યા છે, જેને લઈને ડેટા મેળવીને વધુ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે કરોડો રુપિયાનું ડ્રગ્સ ક્યાં ડ્ર્ગ્સ માફિયા દ્વારા વિદેશ મોકલવામાં આવતુ હતુ, તે ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ક્રાઈમ બ્રાંચના હાથે ક્યારે ઝડપાય છે તે જોવુ રહ્યુ.

g clip-path="url(#clip0_868_265)">