Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan rane) ઠાકરે પર પ્રહાર કરતા જણાવ્યુ કે, " મે શિવસેનામાં 39 વર્ષ કામ કર્યુ છે, હું શિવસેના અને તેના નેતાઓ વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે તેમની પોલ ખોલીશ."
Maharashtra : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ફરીથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે,ત્યારે પોતાની જન આશીર્વાદ યાત્રા શરૂ કરતી વખતે તેમણે શિવસેના (Shivsena)પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, “હું શિવસેના અને તેના નેતાઓ વિશે ઘણુ જાણુ છુ,ધીમે ધીમે પોલ ખોલીશ.”
શિવસેના અને તેના નેતાઓ વિશે હું ઘણુ જાણુ છુ :કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે
ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નારાયણ રાણેની મંગળવારે રત્નાગિરીમાં (Ratnagiri) ધરપકડ કરવામાં આવી હતી. જો કે રાત્રે તેને જામીન મળી ગયા હોવા છતાં પણ તેમણે પોતાની જન આશીર્વાદ યાત્રા મોકુફ રાખવી પડી હતી. ત્યારે રત્નાગિરિથી પોતાની યાત્રા શરૂ કરતા નારાયણ રાણેએ જણાવ્યુ કે , મેં શિવસેના સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે, હું તેમના વિશે ઘણું જાણું છું.
યુવા સેનાના પ્રમુખ પર કર્યો કટાક્ષ
ઉપરાંત ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા રાણેએ જણાવ્યુ કે, કેન્દ્રીય મંત્રીની (Union Minister)ધરપકડ કરીને તેમને શું મળ્યું? હું તેમના વિશે ઘણુ જાણુ છુ, ધીમે ધીમે તેની પણ પોલ ખોલીશ.તમને જણાવી દઈએ કે, રાણેની ધરપકડ પહેલા મુંબઈમાં શિવસેનાની યુવા સેનાએ બાંદ્રામાં રાણેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેથી યુવા સેના પ્રમુખ પર કટાક્ષ કરતા રાણેએ કહ્યું કે “શિવસેનાના પ્રમુખ વરુણ દેસાઈએ મારા ઘરની બહાર આવીને મને ધમકી આપી હતી,જો તે ફરીથી ત્યાં આવશે, તો તે પાછો નહીં જાય.”
બીજી તરફ સંજય રાઉતે નારાયણ રાણે પર સાધ્યું નિશાન
બીજી તરફ નારાયણ રાણેની (Narayan rane) સરખામણી બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો સાથે કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે શિવસેના અને ભાજપ વચ્ચે કેટલાક વૈચારિક મતભેદો રહ્યા છે, પરંતુ અમારા સંબંધો ક્યારેય કડવા નથી બન્યા. ભાજપના કેટલાક બહારના નેતાઓએ (Leaders)આપણા સંબંધોને એ જ રીતે બગાડ્યા છે જેમ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો આપણા સામાજિક માળખાને ખલેલ પહોંચાડી રહ્યા છે. વધુમાં રાઉતે કહ્યું કે શિવસેનાએ 25 વર્ષથી ભાજપ સાથે કામ કર્યું છે, અમારા સંબંધોમાં કોઈ કડવાશ નહોતી. રાણે જે રીતે વર્તન કરી રહ્યા છે તેનાથી દુશ્મની વધી રહી છે.
આ પણ વાંચો: ઢાકા જઈ રહેલા વિમાનમા પાઈલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુરમાં વિમાને કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો: મમતા બેનર્જીને વડાપ્રધાન બનવામાં કોંકણથી કાશ્મીરનું અંતર: નારાયણ રાણે