Mumbai Metro : મુંબઈગરાઓ માટે ખુશખબર, મેટ્રો 2A અને મેટ્રો 7 આવતા મહિનાથી થશે શરૂ

આવતા મહિનાથી મુંબઈ મેટ્રો 2-A અને 7 ટ્રેક પર દોડવા જઈ રહી છે. મુંબઈ મેટ્રોના આ માર્ગો અંધેરીના ડીએન નગરથી દહિસર પશ્ચિમ અને અંધેરી પૂર્વથી દહિસર પૂર્વને જોડે છે.

Mumbai Metro : મુંબઈગરાઓ માટે ખુશખબર, મેટ્રો 2A અને મેટ્રો 7 આવતા મહિનાથી થશે શરૂ
Mumbai Metro (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 5:04 PM

Mumbai Metro :  મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આવતા મહિનાથી મુંબઈ મેટ્રો (Metro) 2-A અને મેટ્રો 7 ટ્રેક પર દોડવા જઈ રહી છે. મુંબઈ મેટ્રોના આ માર્ગો અંધેરીના ડીએન નગરને દહિસર પશ્ચિમ અને અંધેરી પૂર્વથી દહિસર પૂર્વને જોડે છે. હાલ આ રૂટ પર દોડતી મેટ્રો ટ્રેનોની સુરક્ષા (Train Safety)  તપાસ પૂર્ણ થઈ ગઈ છે.

માત્ર મેટ્રો ટ્રેકની સુરક્ષા તપાસ બાકી છે. આ તપાસ પછી, મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર (Railway Safety Commissioner)  દ્વારા સુરક્ષા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ મુંબઈવાસીઓ માટે મેટ્રો ટ્રેન ફરીથી પાટા પર દોડવા લાગશે. જો કે રાહતની વાત એ છે કે આ પ્રક્રિયા થોડા દિવસોમાં જ પૂર્ણ થઈ જશે.અહેવાલો અનુસાર માર્ચ મહિનાથી આ બંને રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની સંભાવના છે.

 મેટ્રો શરૂ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં થશે ઘટાડો

આ બંને મેટ્રો શરૂ થયા બાદ ટ્રાફિકની (Traffic)  સમસ્યામાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત લોકલ ટ્રેનોની(Mumbai Local Train)  ભીડ પણ ઘણા અંશે ઓછી થશે. જેને કારણે જ હાલ મુંબઈવાસીઓ આ બે મેટ્રો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મેટ્રો ટ્રેકની સેફ્ટી ચેક કરવાની બાકી

જાન્યુઆરી મહિનામાં મેટ્રોના આ બંને રૂટ માટે ‘રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન’ (RDSO) સંબંધિત પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો બે તબક્કામાં આપવામાં આવે છે. તેમની શરતો અનુસાર મેટ્રો ટ્રેનની સુરક્ષા સંબંધિત તપાસ પણ પૂરી થઈ ગઈ છે. હવે માત્ર આ બંને રૂટના મેટ્રો ટ્રેકની સેફ્ટી ચેક કરવાની બાકી છે.

આ બે રૂટ પર 10 મેટ્રો ટ્રેન દોડવા માટે તૈયાર

તમને જણાવી દઈએ કે, આ બે રૂટ પર 10 મેટ્રો ટ્રેન દોડવા માટે તૈયાર છે. મેટ્રો ટ્રેનના સંચાલન માટે જરૂરી મેન પાવર પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આ ટ્રેનોની તપાસ છેલ્લા કેટલાય મહિનાઓથી શરૂ થઈ છે. હવે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ ટ્રેક પર દોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પ્રથમ તબક્કામાં મેટ્રોના વહીવટ અને સંચાલનની જવાબદારી સ્વતંત્ર સંસ્થાને આપવામાં આવી છે. MMRDAની સત્તા હેઠળ કામ કરતી આ સંસ્થા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની તાલીમ પણ પૂરી થઈ ગઈ છે. એટલે કે મેન પાવર પણ હવે પૂરી ક્ષમતાથી કામ કરવા તૈયાર છે.

આ પણ વાંચો : Maharashtra : દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરેથી EDની ટીમ રવાના, છોટા શકીલના સંબંધી સલીમની પૂછપરછ શરૂ

g clip-path="url(#clip0_868_265)">