AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Metro: ખુશખબરી! આગામી 3-4 મહિનામાં આ બે રૂટ પર પણ દોડશે મુંબઈ મેટ્રો, અંતિમ પડાવ પર પહોંચી ચુકી છે તૈયારી

મુંબઈમાં મેટ્રો -7 એટલે કે રેડ લાઈન અને મેટ્રો -2A એટલે કે યલો લાઈનનું કામ આગામી 3થી 5 મહિનામાં પૂર્ણ થશે. એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આ બે રૂટ સાથે જોડાયેલા મુસાફરો મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણી શકશે.

Mumbai Metro: ખુશખબરી! આગામી 3-4 મહિનામાં આ બે રૂટ પર પણ દોડશે મુંબઈ મેટ્રો, અંતિમ પડાવ પર પહોંચી ચુકી છે તૈયારી
મુંબઈ મેટ્રો 2-એ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:17 PM
Share

મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર છે. મુંબઈ મેટ્રોના (Mumbai Metro) વધુ બે રૂટનું કામ હવે છેલ્લા તબક્કામાં છે. મેટ્રો 7 અને મેટ્રો 2-Aનું કામ આગામી 3થી 5 મહિનામાં પૂર્ણ થશે. એટલે કે ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે આ બે રૂટ સાથે જોડાયેલા મુસાફરો મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણી શકશે. આ માહિતી એમએમઆરડીએ (Mumbai Metropolitan Region Development Authority-MMRDA)ના કમિશનર એસ. શ્રીનિવાસ દ્વારા આપવામાં આવી છે.

મુંબઈમાં મેટ્રો -7 એટલે કે રેડ લાઈન અને મેટ્રો -2એ એટલે કે યલો લાઈનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ થઈ રહ્યું છે. બંને રૂટમાં ટેસ્ટીંગનું કામ અંતિમ તબક્કામાં છે. મુંબઈના વિવિધ સ્ટેશનોનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. એમએમઆરડીએ કમિશનર એસ. શ્રીનિવાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘ઓક્ટોબરથી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી એટલે કે આગામી ત્રણથી પાંચ મહિનામાં મુંબઈ મેટ્રો આ બંને રૂટ પર કાર્યરત થઈ જશે.’

મેટ્રો 7 અને મેટ્રો 2-A રૂટ પર દોડવાની છે મુંબઈ મેટ્રો

અંધેરી પૂર્વથી દહિસર પૂર્વના મુસાફરોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ

મેટ્રો 7 અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ સુધી સાડા સોળ કિલોમીટર (16.475 કિમી)ની લંબાઈમાં ફેલાયેલ છે. આ માર્ગમાં કુલ 13 મેટ્રો સ્ટેશન આવી રહ્યા છે. આ રૂટ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર તૈયાર કરવામાં આવ્યો છે. આ મેટ્રો શરૂ થયા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ વેમાં ટ્રાફિકની સમસ્યા દૂર થવાની ધારણા છે. ઉપરાંત, આ રૂટની નજીક રહેતા લોકોને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે તેમજ ટ્રાવેલીંગ ટાઈમ પણ બચશે.

ડી. એન. નગરથી દહીસરના યાત્રીઓને મુંબઈ લોકલની ભીડથી મળશે છુટકારો

મેટ્રો 2-A ડી. એન. નગરથી દહિસર સુધી કુલ 18 કિલોમીટર (18.589 કિમી)ની લંબાઈમાં ફેલાયેલ છે. આ મેટ્રો રૂટમાં કુલ 17 મેટ્રો સ્ટેશન આવવાના છે. હાલ મુંબઈ લોકલ  (Mumbai Local) રૂટથી દુર હટીને એટલે કે લિંક રોડ આ મેટ્રો રૂટ તૈયાર થઈ રહ્યો છે.

આ મેટ્રો પૂર્ણ થયા પછી આ 17 મેટ્રો સ્ટેશનોની આસપાસ રહેતા લાખો મુસાફરોને અવરજવરનું ઝડપી માધ્યમ મળશે. આ સિવાય લોકોને મુંબઈ લોકલની ભીડમાંથી પણ છુટકારો મળશે. આ બંને મહાનગરોનું ભૂમિ પૂજન ઓક્ટોબર 2015માં થયું હતું. આ કામ 2016માં શરૂ થયું હતું. હવે આ પડકારરૂપ કાર્ય પૂર્ણ થવા આવ્યું છે. એમએમઆરડીએએ તેમના પ્રારંભના મુહૂર્તની જાહેરાત કરી દીધેલ છે.

આ પણ વાંચો: હવે 5 વર્ષ સુધી કરોડો બાળકોને આપવામાં આવશે મફતમાં ભોજન, PM પોષણ શક્તિ નિર્માણ યોજના શરૂ કરશે સરકાર

આ પણ વાંચો: Ahmedabad : રેલવે મંત્રીએ 2200 કરોડના બે પ્રોજેકટની જાહેરાત કરી, 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">