AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી

સમગ્ર દેશમાં બસ, મેટ્રો અને અન્ય પરિવહન સેવાઓ માટે સિંગલ કાર્ડ (National Common Mobility Card)ની સુવિધા લાગુ પડે છે, ત્યાં આ BEST કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે.

મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 3:09 PM
Share

મુંબઈમાં હવે એક જ કાર્ડ દ્વારા લોકલ ટ્રેન (Mumbai Local Train), બેસ્ટ બસ (BEST Buses) અને મેટ્રો (Mumbai Metro)માં મુસાફરી કરી શકાશે. આ સુવિધા મહિનાના અંતમાં બેસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બસ, મેટ્રો અને અન્ય પરિવહન સેવાઓ માટે સિંગલ કાર્ડ (National Common Mobility Card) ની સુવિધા લાગુ છે ત્યાં આ બેસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે.

મુસાફરોને મળશે મોટી રાહત

ઉલ્લેખનીય છે કે, દરરોજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અનેક લોકો પોતપોતાના કામ અર્થ મુંબઈ આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત અલગ-અલગ મુસાફરી માટે ટિકિટ મેળવવામાં ઘણો સમય લાગે છે. હવે આ બેસ્ટ કાર્ડને (Best Card) કારણે મુસાફરોનો સમય બચશે.ઉપરાંત ટિકિટ કે પાસ મેળવવા માટે ક્યારેક રજાની સમસ્યા સર્જાય છે. આ કારણોસર પણ બેસ્ટે આ સુવિધા આપવાનો પ્લાન તૈયાર કર્યો છે.વર્ષ 2020 માં આવી સિંગલ કાર્ડ સિસ્ટમ (Single Card System)  સુવિધા લાગુ કરવા માટે બેસ્ટ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ જ યોજનાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સિંગલ કાર્ડથી થશે ઘણા લાભો

બેસ્ટ દ્વારા જાહેર કરાયેલા આ સિંગલ કાર્ડના ઘણા ફાયદા થશે. હવે મુંબઈકરોને ખિસ્સામાં વધુ રોકડ રાખવાની જરૂર નહીં પડે. કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટના પૈસા કાર્ડથી ભરી શકાય છે. આ માટે કાર્ડમાં પહેલાથી જ પૈસા રાખવામાં આવશે.  આ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરી શકાય છે. આ કાર્ડ દ્વારા વીજળી બિલ સહિત અનેક જવાબદારીના કામો પણ પતાવી શકાશે.

આ કાર્ડનો ડેબિટ કાર્ડની જેમ ઉપયોગ થશે

દેશમાં જ્યાં પણ બસ, મેટ્રો અને અન્ય જાહેર પરિવહન સેવાઓમાં આવા સિંગલ કાર્ડ પ્રચલિત છે, ત્યાં બેસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. બેઝ એડમિનિસ્ટ્રેશન તરફથી એવી પણ માહિતી આપવામાં આવી છે કે એક બેંક સાથે આ અંગે કરાર પણ કરવામાં આવ્યો છે. સાથે જ આ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે પણ થઈ શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રઃ કિરીટ સોમૈયાના સ્વાગતમાં નિયમો ભુલાયા, BJP શહેર પ્રમુખ સહિત 300 લોકો સામે કેસ દાખલ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">