Mumbai : લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે આ લાઇન પર રહેશે મેગા બ્લોક

સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર 13 ફેબ્રુઆરીના રોજ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ અને વેસ્ટર્ન કે મેઈન લાઈનમાં કોઈ મેગા બ્લોક નથી.

Mumbai : લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે આ લાઇન પર રહેશે મેગા બ્લોક
Mumbai Local Train Mega Block (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:17 PM

Mumbai Local Train Mega Block : મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇન પર 13 ફેબ્રુઆરીના રોજ મેગા બ્લોક (Mega Block) રાખવામાં આવ્યો છે. જો કે સેન્ટ્રલ અને વેસ્ટર્ન કે મેઈન લાઈનમાં કોઈ મેગા બ્લોક નથી. સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી થાણે-વાશી, નેરુલ અને ટ્રાન્સહાર્બર રોડ પર સમારકામ માટે આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ સેન્ટ્રલ રેલવેએ(Central Railway)  મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે.

 મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

આ મેગા બ્લોકમાં ખાસ કરીને નવી મુંબઈમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. થાણેથી વાશી/નેરુલ/પનવેલની રેલ સેવા સવારે 10.35 વાગ્યાથી સાંજે 4.19 વાગ્યા સુધી અને થાણેથી વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.15 વાગ્યાથી સાંજે 4.09 વાગ્યા સુધી રેલવે સેવા બંધ રહેશે.

હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર ટ્રેન સેવાને અસર થશે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુના ભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર લાઇન પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ હાર્બર લાઇન પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી ટ્રેન સેવા સ્થગિત રહેશે.જ્યારે હાર્બર લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડ પર સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ અને હાર્બર લાઇન પર સવારે 9.55 થી સાંજે 4.43 વાગ્યા સુધી બાંદ્રા/ગોરેગાંવ ટ્રેન સેવા બંધ રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇનના આ રૂટ પર પણ ટ્રેન સેવા રહેશે બંધ

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી હાર્બર લાઇન અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.06 થી સાંજે 5.13 વાગ્યા સુધી હાર્બર લાઇન બંધ રહેશે. જો કે આ મેગા બ્લોક દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવા ચલાવવામાં આવશે.હાર્બર લાઇનના મુસાફરોને આજે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મેઇન લાઇન અને વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.

આ પણ વાંચો : Maharashtra Car Accident: અહમદનગરમાં ગમખ્વાર અકસ્માત, શેરડી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ કાર, ત્રણ મિત્રોના થયા મોત

g clip-path="url(#clip0_868_265)">