Mumbai Fire: ઘાયલોને સારવાર માટે દાખલ કરવા ના પાડનાર હોસ્પીટલ સામે તપાસ કરીને થશે કાર્યવાહી

|

Jan 22, 2022 | 5:31 PM

મુંબઈના તાડદેવ વિસ્તારમાં આવેલી કમલા બિલ્ડીંગમાં શનિવારે લાગેલી આગમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ત્યારપછીની ઘટનાઓમાં, મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ અને રિલાયન્સ અને ભાયખલાની મસીના હોસ્પિટલે ઘાયલોને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પછી તેઓએ ઘાયલોને નાયર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

Mumbai Fire: ઘાયલોને સારવાર માટે દાખલ કરવા ના પાડનાર હોસ્પીટલ સામે તપાસ કરીને થશે કાર્યવાહી
Fire on 20 storey Kamla building, 5 Lacs compensation for family who dies in Fire

Follow us on

મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે 20 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આજે (શનિવાર, 22 જાન્યુઆરી) કમલા બિલ્ડીંગમાં લાગેલી આગની (Mumbai Kamala buiding fire) આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ સિવાય 16થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સવારે 7.30 વાગ્યે બિલ્ડિંગના 18મા માળે લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ દરમિયાન, રાજ્ય સરકાર  (Maharashtra Government Ex gratia)  એ મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમજ ઘાયલોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઘાયલોને આ હોસ્પીટલોએ ભર્તી કરવાનો કર્યો ઈન્કાર

આ દરમિયાન, આગની ઘટના બાદ ત્રણ હોસ્પિટલોએ ઘાયલોને દાખલ કરવાનો ઇનકાર કર્યો હોવાના અહેવાલો છે. સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરતા, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલમાં વોકહાર્ટ અને રિલાયન્સ અને ભાયખલાની મસીના હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ઘાયલ દર્દીઓને લઈ ગયા, ત્યારે આ હોસ્પિટલોએ પૈસાની અછત અને કોવિડ ટેસ્ટ રિપોર્ટના અભાવે ઘાયલોને દાખલ કરવાની ના પાડી દીધી. આ પછી ઘાયલોને નાયર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

જે હોસ્પિટલો ઘાયલોને દાખલ કરવાનો ઇનકાર કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સંબંધિત હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે હોસ્પિટલો ઈમરજન્સીની સ્થિતિમાં ઘાયલોને દાખલ કરવાનો ઈન્કાર કરી શકે નહીં. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાન આદિત્ય ઠાકરે અને મુંબઈ શહેરના પાલક પ્રધાન અસલમ શેખ આ ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા 5 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારના લોકોને 2 લાખની સહાય આપવામાં આવશે.

મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દરમિયાન, મુંબઈના મેયર કિશોરી પેડનેકર પછી મુંબઈના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે સ્થળ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો :  Mumbai Fire : મહારાષ્ટ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 5 લાખ અને કેન્દ્ર સરકાર આપશે 2 લાખનું વળતર

Next Article