CISFનો સપાટો : મુંબઈ એરપોર્ટ પરથી CISFએ વિદેશી ચલણની વસુલાત મામલે બે લોકોની કરી ધરપકડ

AviExpert ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના રિતેશ પારકરને સુરક્ષા કર્મચારીઓએ ટર્મિનલ-2 પરથી રંગેહાથે પકડ્યો હતો અને તેના કબજામાંથી 60,000 (US Doller) ડોલર રિકવર કરવામાં આવ્યા હતા.

CISFનો સપાટો : મુંબઈ એરપોર્ટ પરથી CISFએ વિદેશી ચલણની વસુલાત મામલે બે લોકોની કરી ધરપકડ
Mumbai Airport (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:47 AM

Mumbai : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ શુક્રવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારી અને દુબઈ જતી ફ્લાઈટના પેસેન્જરની ધરપકડ કરી હતી. આ મામલે CISFના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, બંનેની 45 લાખ રૂપિયાના યુએસ ડોલરની(US Doller)  વસૂલાતના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે, આ રકમ દુબઈ જતા એક મુસાફરને આપવાની હતી. જોકે, આ મુસાફરે આ કેસમાં પોતાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે.

AviExpert ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના રિતેશ પારકરને સુરક્ષા કર્મચારીઓએ ટર્મિનલ-2 પરથી રંગેહાથે પકડ્યો હતો અને તેના કબજામાંથી 60,000 (US Doller) ડોલર રિકવર કરવામાં આવ્યા હતા. અધિકારીએ વધુ ઉમેર્યું હતુ કે, કર્મચારી પાસે એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. તપાસ દરમિયાન તેના કપડા અને મોજામાંથી આ ડોલર મળી આવ્યા હતા.

મુસાફરે આ કેસમાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો

અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ પૂછપરછ દરમિયાન સીઆઈએસએફના જવાનોને જણાવ્યુ કે, આ રોકડ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ જનારા મુસાફર સુફિયાન શાહનવાઝ શેખને આપવાની હતી. જોકે, આ મામલામાં આરોપીએ પોતાની સંડોવણી નકારી કાઢી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

DRIએ અગાઉ દાણચોરી કરતા બે ગઠિયાને પકડ્યા હતા

થોડા મહિનાઓ પહેલા, ઓપરેશન ચેક શર્ટ્સ હેઠળ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુપ્ત માહિતીના આધારે ભારતની બહાર વિદેશી ચલણની દાણચોરી કરતા બે પ્રવાસીઓની ધરપકડ કરી હતી. શારજાહ જઈ રહેલા બંને મુસાફરોની DRI અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ હાથ ધરી હતી. જ્યારે ડીઆરઆઈએ તેમના સામાનની તપાસ કરી તો તેમની પાસેથી યુએસ ડોલર અને સાઉદી દિરહામના રૂપમાં વિદેશી ચલણ મળી આવ્યું. રિકવર કરાયેલી વિદેશી ચલણની કિંમત 3.7 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Mumbai માં માનવતા થઈ શર્મસાર, 16 વર્ષની યુવતી પર પિતા અને ભાઈએ 2 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

g clip-path="url(#clip0_868_265)">