AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : કાંદિવલીમાં બિલ્ડીંગમાં આગ લાગતાં બેનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત-Watch Video

કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર વિસ્તારમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. જેમાં બેના મોત થયા છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા હતા અને તેઓ સફળ પણ રહ્યા હતા. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઈમારતનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જો કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Mumbai : કાંદિવલીમાં બિલ્ડીંગમાં આગ લાગતાં બેનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત-Watch Video
Mumbai fire news
| Updated on: Oct 23, 2023 | 3:32 PM
Share

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના મહાવીર નગર વિસ્તારમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગની આ ઘટના છે.

(Credit Source : @ANI)

આ નવ માળની ઈમારતના પહેલા માળે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. આગના કારણે 5 રહેવાસીઓ ઘાયલ થયા હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી બેને ત્યાંના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

ફસાયેલા નાગરિકોને સલામત રીતે બચાવાયા

આગની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ પાલિકાના અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગના કારણે બિલ્ડીંગમાં ફસાયેલા નાગરિકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ

અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા હતા અને તેઓ સફળ પણ રહ્યા હતા. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઈમારતનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જો કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો : Mumbai Drugs Breaking News : NCB મુંબઈએ ડ્રગ્સ ફેક્ટરી પકડી, 135 કરોડનું Drugs કર્યું જપ્ત, 3 વિદેશી સહિત કુલ 9 આરોપીની ધરપકડ

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">