AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Drugs Breaking News : NCB મુંબઈએ ડ્રગ્સ ફેક્ટરી પકડી, 135 કરોડનું Drugs કર્યું જપ્ત, 3 વિદેશી સહિત કુલ 9 આરોપીની ધરપકડ

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે જણાવ્યું કે, આ લોકોની મુંબઈના ખેતવાડી વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ ટૂથપેસ્ટ, કપડા, કોસ્મેટિક ટ્યુબ, સાબુ, શૂઝ અને મેકઅપ કીટમાં ડ્રગ્સ છુપાવતા હતા.

Mumbai Drugs Breaking News : NCB મુંબઈએ ડ્રગ્સ ફેક્ટરી પકડી, 135 કરોડનું Drugs કર્યું જપ્ત, 3 વિદેશી સહિત કુલ 9 આરોપીની ધરપકડ
NCB Mumbai seizes drugs
| Updated on: Oct 14, 2023 | 9:03 AM
Share

NCB મુંબઈએ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓ પણ સામેલ છે. બંને પાસેથી પાંચ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad: વિદેશથી આવેલા ડ્રગ્સ કેસમાં રશિયન પેડલરની મનાલીથી ધરપકડ, ત્રણ વર્ષથી ગેરકાયદે વસવાટ કરતો હોવાનુ ખૂલ્યુ

એક હોટલમાંથી કરી ધરપકડ

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે કહ્યું છે કે, આ લોકોની મુંબઈના ખેતવાડી વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે લોકોએ ટૂથપેસ્ટ, કપડા, કોસ્મેટિક ટ્યુબ, સાબુ, શૂઝ અને મેકઅપ કીટમાં આવી બધી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવતા હતા. પાવડર ઉપરાંત દવાઓ પ્રવાહી અને પેસ્ટના રૂપમાં પણ ડ્રગ્સ છુપાવવામાં આવી હતી. બંને મહિલાઓને બ્રાઝિલના સાઓ પાઉલો સ્થિત ગેંગ દ્વારા ડ્રગ્સ સાથે ભારત મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિન્ડિકેટનો નેતા પણ બ્રાઝિલમાં છે. તેઓને ડ્રગ્સની દાણચોરીના દરેક રાઉન્ડ માટે ત્રણ હજાર યુએસ ડોલર મળતા હતા.

પૂછપરછના આધારે ઝડપી પાડ્યા

બીજા ઓપરેશનમાં NCBની ટીમે સપ્ટેમ્બરમાં ખારગઢમાંથી નાઈજીરિયાના પોલ ઈકેના ઉર્ફે બોસમેનનીઓ ધરપકડ કરી હતી. તેની પાસેથી બે કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે સાકીર અને સુફીયાનને ગુજરાતના સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">