AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. હાલમાં ફાયર બ્રિગેડની લગભગ 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે
Fire in ville parle Area
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:14 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં(Ville Parle) એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના પહેલા માળેથી આ આગ(Fire)  પ્રસરી હતી. હાલ ફાયર બ્રિગેડની (Fire Brigade)12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક મોલ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર,આ લેવલ-4 ની આગ છે, જો કે હજુ સુધી આ ભીષણ આગમાં કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યા નથી.

શહેરમાં ક્યારે અટકશે આગનો સિલસિલો ?

આ પહેલા ગુરુવારે મુંબઈના ઉપનગર પવઈમાં (Powai) કારના શોરૂમના ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પવઈમાં સાકી વિહાર રોડ પર આવેલા ‘સાઈ ઓટો હ્યુન્ડાઈ શોરૂમ’ના ગેરેજમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ લાગ હતી.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, પાંચ ફાયર ટેન્ડર, પાણીની ટાંકી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવાતા મોટી જાનહાની ટળી હતી. આ આગ બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. જો કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભીષણ આગને પગલે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સેમસંગ સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી

આ સપ્તાહની શરૂઆતમાં પણ મોબાઈલ અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપની સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી. આ કંપની શહેરના કાંજુર માર્ગ વિસ્તારમાં છે. મુંબઈ ઝોન 7ના ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, અમને રાત્રે લગભગ 9 વાગ્યે કાંજુર માર્ગ પર સેમસંગ સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગની માહિતી મળી હતી. અહેવાલો અનુસાર લગભગ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.શહેરમાં વારંવાર આગ લાગતા હાલ તંત્રની કામગિરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: નાંદેડ અને માલેગાંવ હિંસા કેસમાં 119 લોકોની ધરપકડ, સાંપ્રદાયિક તણાવ દરમિયાન લાખો રૂપિયાની સંપતિને થયું નુકસાન

આ પણ વાંચો: મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન

Follow Us
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
g clip-path="url(#clip0_868_265)">