AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની યોજાઈ બેઠક

Amreli: અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમા એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ (3E)ના સિદ્ધાંતો પર રોડ સેફ્ટીને લગતી કામગીરી કરવા કલેકટરએ સૂચના આપી. એ.આર.ટી.ઓ અધિકારીએ  સમગ્ર અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલમાં વર્ષ 2023માં છેલ્લા બે વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતમાં સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ અકસ્માતની ઘટના ઘટી હોવાનુ જણાવ્યુ હતુ

Amreli: જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની યોજાઈ બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 10:08 PM
Share

Amreli: અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.

એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ (3E)ના સિદ્ધાંત પર કામ કરવા સૂચના

બેઠકમાં કલેકટર અજય દહીયાએ કહ્યું રોડ સેફ્ટીને લગતી કામગીરી માટે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ (3E)ના સિદ્ધાંતો પર રોડ સેફ્ટીને લગતી કામગીરી કરવામાં આવે અમરેલી જિલ્લામા જે ક્ષેત્રોમાં વધારે અકસ્માત થઈ રહ્યા છે તેનો એક અભ્યાસ એ.આર.ટી.ઓ અને 108 સંયુક્ત રીતે કરે અને તેના આધારે એન્જિનિયરીંગ,એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટની જરૂરિયાત મુજબ કામગીરી કરવામાં આવે

બે વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં અકસ્માતની સંખ્યા ઘટી- ARTO અધિકારી

બેઠકમાં એ.આર.ટી.ઓ અધિકારી પઢિયાર દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2023માં છેલ્લા બે વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતમાં સપ્ટેમ્બર માસની સ્થિતિએ અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનું જણાવ્યું હતું. અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વાહનચાલકોની સલામતી માટે માર્ગોના મરામત કાર્યો સત્વરે કરવામાં આવે તેવું સૂચન પણ કર્યુ હતું.

આ પણ વાંચો: Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરીની પ્રગતિ, સાઇનેજ, સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, કાઉન્સિલના સભ્યો, એ.આર.ટી.ઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">