Mumbai Dating Scam : મુંબઈમાં ચાલી રહ્યું છે ડેટિંગ સ્કેમ, મહિલાઓ ડેટિંગ માટે આમંત્રણ આપે છે, બિલના નામે પુરૂષો પાસેથી 61000 રૂપિયાની લૂંટ

|

Aug 24, 2024 | 1:37 PM

Mumbai Dating Scam : ડેટિંગના નામે પુરુષોને લૂંટવામાં આવી રહ્યા છે. આ સ્ટોરી એક ફિલ્મ જેવી છે. મહિલાઓ ડેટિંગ એપ દ્વારા પુરુષોને ડેટ માટે ક્લબમાં આમંત્રિત કરે છે. તે મોંઘો દારૂ મંગાવે છે અને પુરૂષોને આખું બિલ ચૂકવવા માટે મજબૂર કરે છે. આ સમગ્ર મામલો મુંબઈના અંધેરી વેસ્ટમાં સ્થિત 'ધ ગોડફાધર ક્લબ'નો છે. જે તાજેતરમાં ડેટિંગ એપ કૌભાંડના આરોપોને કારણે તપાસ હેઠળ આવી છે.

Mumbai Dating Scam : મુંબઈમાં ચાલી રહ્યું છે ડેટિંગ સ્કેમ, મહિલાઓ ડેટિંગ માટે આમંત્રણ આપે છે, બિલના નામે પુરૂષો પાસેથી 61000 રૂપિયાની લૂંટ
Mumbai Dating Scam

Follow us on

Mumbai Dating Scam : ડેટિંગના નામે પુરુષોને લૂંટવામાં આવી રહ્યા છે. આ સ્ટોરી એક ફિલ્મ જેવી છે. મહિલાઓ ડેટિંગ એપ દ્વારા પુરુષોને ડેટ માટે ક્લબમાં આમંત્રિત કરે છે. તે મોંઘો દારૂ મંગાવે છે અને પુરૂષોને બિલ ચૂકવવા મજબૂર કરે છે. બાદમાં તે ક્લબ પાસેથી બિલની રકમના 20 ટકા કમિશન લે છે. ડેટ પર આવનાર પુરુષોને આ સમગ્ર કૌભાંડની જાણ નથી. તેઓ છેતરાય છે.

આ સમગ્ર મામલો મુંબઈના અંધેરી વેસ્ટમાં સ્થિત ‘ધ ગોડફાધર ક્લબ’નો છે, જે હાલમાં જ ડેટિંગ એપ કૌભાંડના આરોપોને કારણે તપાસ હેઠળ આવી છે. આ કથિત કૌભાંડમાં અનેક શખ્સો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને તેમની પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી છે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

ડેટિંગ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

આ બાબતનો ખુલાસો એક પત્રકાર દીપિકા નારાયણ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્યો હતો. તેણે જણાવ્યું કે ટિન્ડર અને બમ્બલ જેવી ફેમસ ડેટિંગ એપ પર મહિલાઓ સાથે કનેક્ટ થયા પછી પુરુષો કેવી રીતે છેતરાય છે. આ એપ્સ પર કનેક્ટ થયા પછી મહિલાઓ તરત જ તેમની પુરુષોને ‘ધ ગોડફાધર ક્લબ’ અથવા અન્ય નજીકના સ્થળોએ મળવા માટે કૉલ કરે છે.

જુઓ ટ્વીટ…

મહિલાઓ મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપે છે

જ્યારે આ મહિલાઓ ક્લબમાં આવે છે, ત્યારે તેઓ મેનૂમાં ન દર્શાવવામાં આવેલી મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપે છે, તેમની ડેટ સાથે થોડો સમય વિતાવે છે અને પછી અચાનક જ નીકળી જાય છે. આ પછી આખું બિલ પુરુષો પર આવી પડે છે, જે ઘણીવાર 23,000 થી 61,000 રૂપિયાની વચ્ચે હોય છે.

મહિલાઓ કમિશન લે છે

આ કથિત કૌભાંડમાં સામેલ મહિલાઓ કુલ બિલના 15 થી 20 ટકા કમિશન લે છે. દીપિકાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે, તે પહેલા પણ ઘણી ક્લબનો પર્દાફાશ કરી ચૂકી છે, પરંતુ ‘ધ ગોડફાધર ક્લબ’ આ કૌભાંડને એક નવા સ્તરે લઈ ગઈ છે. તેણે કહ્યું કે આ ક્લબમાં દરરોજ ઓછામાં ઓછા 10 માણસોને નિશાન બનાવવામાં આવે છે.

જો કે ઘણા લોકોએ સાયબર ફરિયાદો નોંધાવી છે અને પોલીસને સ્થળ પર બોલાવી છે. તેમ છતાં આ કૌભાંડ બેરોકટોક ચાલુ છે. આ મામલામાં મુંબઈ પોલીસને પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમણે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ કરી નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે, ફરિયાદ દાખલ થવા છતાં મુંબઈ પોલીસે તેના પર કોઈ ધ્યાન આપ્યું નથી.

ક્લબના બાઉન્સરો દ્વારા પુરુષોને ધમકી

તે કહે છે કે આ કૌભાંડનો ભોગ બનેલા કેટલાક લોકોએ પોલીસ રિપોર્ટ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્લબ સ્ટાફ અથવા બાઉન્સરો દ્વારા ધમકી આપવામાં આવતાં તેઓ પાછળ હટી ગયા હતા. તેમજ ઘણા પીડિત પુરુષો તેમના અંગત જીવનમાં ખુલાસાના ડરને કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. હવે દીપિકાએ કાયદા અમલીકરણ એજન્સીઓને વિનંતી કરી છે કે તેઓ આવા કૌભાંડોમાં સંડોવાયેલી ક્લબ સામે કડક કાર્યવાહી કરે.

મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી કે સંબંધિત પોલીસ સ્ટેશનને આ કથિત કૌભાંડ વિશે જાણ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈમાં કેટલીક અન્ય નાઈટક્લબો પણ ડેટિંગ એપ્સ યુઝ કરતા પુરૂષોને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહી છે. આ ક્લબમાં PR સ્ટાફ મહિલાઓની ભરતી કરે છે, જેઓ પછી Tinder, Bumble, Happn અને QuackQuack જેવા ડેટિંગ પ્લેટફોર્મ પર પુરુષો સાથે વાતચીત કરે છે અને તેમને ક્લબમાં આમંત્રિત કરવાની છેતરપિંડી કરે છે.

Next Article