Mumbai cruise drugs case: બસ સ્ટેન્ડથી પકડાયેલ કથિત ડ્રગ સપ્લાયરે, જામીન માટે મુંબઈ કોર્ટમાં કરી અરજી

અબ્દુલ કાદર શેખે દાવો કર્યો હતો કે તેને રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે પહેલા તેને NCB દ્વારા 24 કલાકથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.

Mumbai cruise drugs case: બસ સ્ટેન્ડથી પકડાયેલ કથિત ડ્રગ સપ્લાયરે, જામીન માટે મુંબઈ કોર્ટમાં કરી અરજી
Mumbai cruise drugs case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:04 PM

મુંબઇ ક્રુઝ ડ્રગ કેસ (Mumbai cruise drug case)માં ધરપકડ (arrest) કરાયેલા કથિત ડ્રગ સપ્લાયર અબ્દુલ કાદર શેખે (Abdul Qadir Sheikh) જામીન (Bail) મેળવવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) મુખ્ય આરોપી માનવામાં આવે છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 20 આરોપીમાંથી 18 આરોપીઓને જામીન મળ્યા છે.

શું ગુનો નોંધાયેલો છે?

30 વર્ષીય સિનિયર એક્ઝિક્યુટિવને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મુંબઈના બસ સ્ટોપ પરથી 54.3 ગ્રામ મેફેડ્રોન અને 2.5 ગ્રામ એકસ્ટસી સાથે કથિત રીતે પકડવામાં આવ્યો હતો, જે એક વ્યવસાયિક જથ્થો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) અધિનિયમની કલમ 22(b), 22(c), 27, 27A, 28, 29 અને 35 હેઠળ શિક્ષાપાત્ર ગુના કરવા બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાનો દાવો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અબ્દુલ કાદર શેખે દાવો કર્યો હતો કે તેને રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે પહેલા તેને NCB દ્વારા 24 કલાકથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. તેની દલીલ હતી કે તેની 3 ઓક્ટોબરે અટકાયત કરવામાં આવી હતી પણ ધરપકડ 4 ઓક્ટોબરે જ ધરપકડ થઇ હતી અને 5 ઓક્ટોબરે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું હતું.

કોઈ ચોક્કસ આરોપો ન હોવાની દલીલ

શેખે એડવોકેટ અપૂર્વ શ્રીવાસ્તવ મારફત દાખલ કરેલી જામીન અરજીમાં જણાવ્યું હતું કે તેમની સામેની રિમાન્ડ અરજીઓમાં કથિત રિકવરી સિવાય કોઈ ચોક્કસ આરોપો નથી. તેણે દાવો કર્યો હતો કે એનસીબીએ એનડીપીએસ એક્ટની કલમ 50 હેઠળ તેને ક્યારેય નોટિસ સોંપી નથી. શેખે જણાવ્યું હતું કે NCBને તેના કેસમાં બે પંચ સાક્ષીઓ મળ્યા, જેમાંથી એક મીડિયા અહેવાલો મુજબ ગુનાહિત પૂર્વવર્તી હતો અને તે રીઢો પણ હતો. આથી સમગ્ર કામગીરી શંકાસ્પદ હતી એમ તેણે જણાવ્યું હતું.

તેણે વધુમાં દર્શાવ્યું હતું કે એનડીપીએસ એક્ટ હેઠળ જરૂરી હોય તેમ ગેઝેટેડ અધિકારીઓ દ્વારા તેમની શોધ કરવામાં આવી ન હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પંચનામા તૈયાર કરવામાં આવી રહ્યા હતા તે સમયે અન્ય પંચ સાક્ષી કથિત રીતે સફેદ રંગની બેગ લઈને જતો જોવા મળ્યો હતો, જે નજીકના એક મોલમાંથી મેળવેલા સીસીટીવી ફૂટેજ પરથી જોઈ શકાય છે. તેથી, તેનો કેસ એવો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો હતો કારણ કે તે કોઈ ગુનાહિત કાવતરું અથવા કોઈ ગુનો કરવા માટે ઉશ્કેરવામાં સામેલ ન હતો.

મહત્વનું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા 20 લોકોમાંથી 18 લોકોએ જામીન મેળવી લીધા છે. માત્ર શેખ અને વિદેશી નાગરિક ચિનેડુ ઇગ્વેને જામીન મળવાના બાકી છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

આ પણ વાંચોઃ કોરોના જ્ઞાનશાળા: શું ઓમિક્રોન વેરિઅન્ટને કારણે બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે? જાણો નિષ્ણાતોનો જવાબ

g clip-path="url(#clip0_868_265)">